ગુડ્ડૂ મુસ્લિમ અતિક કરતા પણ ખતરનાક તે પકડાય તે ખુબ જ જરૂરી: યુપી STF વડાનો દાવો

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશપાલની હત્યામાં અતીક અહેમદ બાદ સૌથી વધારે ચર્ચામાં ગુડ્ડૂ મુસ્લિમ યથાવત્ત છે. જો કે હવે ઉતરપ્રદેશ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સના…

gujarattak
follow google news

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશપાલની હત્યામાં અતીક અહેમદ બાદ સૌથી વધારે ચર્ચામાં ગુડ્ડૂ મુસ્લિમ યથાવત્ત છે. જો કે હવે ઉતરપ્રદેશ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સના ચીફ અમિતાભ યશે ગુડ્ડુ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે, હાલ આ કેસમાં જેટલા લોકો ફરાર છે તેમાં સૌથી વધારે ખતરનાક ગુડ્ડુ મુસ્લિમ છે. અમિતાભ યશે INDIA TODAY સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ગુડ્ડૂ મુસ્લિમ એક પ્રોફેશનલ કિલર છે. જે અતીક માટે કામ કરતો હતો. તે બોમ્બબાજ છે, તે બોમ્બથી જ હત્યાઓ કરતો હતો. તે મિનિટોમાં બોમ્બ બનાવવામાં નિષ્ણાંત છે.

વીડિયો જોતાની સાથે જ હું ગુડ્ડૂને ઓળખી ગયો હતો
એસટીએફ ચીન અમિતાભ યશનું કહેવું છે કે, મે ઉમેશપાલ હત્યાનો વીડિયોના સોશિયલ મીડિયામાં સીસીટીવી ફુટેજમાં તુરંત ઓળખી લેવામાં આવ્યો હતો. તે એક પ્રોફેશનલ કિલર છે. તે એક પ્રોફેશનલ કિલર છે, જેને પકડવો ખુબ જ જરૂરી છે. તે એકલો જ કોઇ પણ ગુનાને અંજામ આપવામાં માહેર છે. તે મિનિટોમાં બોમ્બ બનાવી શકે છે. અમિતાભ યશે કહ્યું કે, ગુડ્ડુ સાથે મારો પહેલા પણ પાલો પડી ચુક્યો છે. તે નારકોટિક્સ મામલે 1999 માં પકડાયો હતો. તે સમયે અતીકે પોતાના વકીલોની મદદથી તેના જામીન કરાવ્યા હતા.

ગુડ્ડૂ મુસ્લિમ જ અતિકનું સમગ્ર નેટવર્ક ચલાવતો હતો
સુત્રોનો દાવો છે કે, ગુડ્ડૂ મુસ્લિમ જ અતીક અહેમદનું સંપુર્ણ નેટવર્ક ચલાવતો હતો. હાલ પાંચ લાખનો ઇનામી ગુડ્ડૂ ફરાર છે. ઉમેશ પાલની હત્યા બાદ ગુડ્ડૂ ફરાર થઇને મેરઠ ગયો હતો. 24 ફેબ્રુઆરીની દુર્ઘટના બાદ પોલીસને ગુડ્ડૂ મુસ્લિમ નથી મળ્યો. 5 માર્ચના સીસીટીવી ફુટેજ પરથી માહિતી મળી કે, ગુડ્ડૂ મુસ્લિમ મેરઠ ગયો હતો. મેરઠમાં અતીકની બહેન આયેશા નુરીના ઘરે ગુડ્ડૂ મુસ્લિમ દેખાયો હતો. આયશાના પતિ અખલાકને ગળે લગાવીને તેનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદથી ગુડ્ડૂ મુસ્લિનો કોઇ જ સુરાગ મળ્યો નહોતો.

    follow whatsapp