ઉછીના લીધેલા બેટથી ગુંજાવ્યું મેદાન, જાણો કોના બેટથી રિંકુ સિંહે ફટકાર્યા 5 છગ્ગા

અમદાવાદ: IPL 2023 ની 13મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવાર, 9 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. KKR એ…

gujarattak
follow google news

અમદાવાદ: IPL 2023 ની 13મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવાર, 9 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. KKR એ છેલ્લા 5 બોલ પર 5 સિક્સર ફટકારીને મેચ 3 વિકેટે જીતી લીધી હતી. અને આ પરાક્રમ બીજા કોઈએ નહીં પણ છોટા પેકેટ બડા ધમાકા રિંકુ સિંહે કર્યું હતું.

કોલકાતાને અંતિમ 5 બોલમાં જીતવા માટે 28 રનની જરૂર હતી ત્યારે રિંકુએ એક પછી એક 5 સિક્સ ફટકારીને પોતાની ટીમને મેચ જીતાડ્યો હતો. રિંકુનું બેટ ગુજરાત સામે આગ લગાવી રહ્યું હતું. તેણે 21 બોલમાં 6 સિક્સ અને 1 ફોરની મદદથી અણનમ 48 રન બનાવ્યા હતા. પરંતુ હવે સવાલ એ થાય છે કે રિંકુએ જે બેટથી ચમત્કાર કર્યો તે કોનું બેટ હતું? શું છે .

રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં જે બેટથી 5 સિક્સર ફટકારી તે બીજા કોઈ નહીં પણ કેપ્ટન નીતિશ રાણાનું હતું. નીતીશે પોતે મેચ બાદ આ ખુલાસો કર્યો છે. તેનો વિડિયો કોલકાતા નાઈટ રાઈડર્સે પણ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

તે વીડિયોમાં નીતિશ રાણા કહી રહ્યા છે કે આ બેટ તેમનું છે. તેણે કહ્યું કે રિંકુએ તેની પાસે આ બેટ માંગ્યું હતું. જે નીતિશ તેમને આપવા માંગતા ન હતા. પરંતુ અંદરથી કોઈ તેના માટે આ બેટ લઈને આવ્યું. નીતિશે ખુલાસો કર્યો કે તે આ બેટથી છેલ્લી 2 મેચ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી ચૂક્યો છે. બેટ વિશે વાત કરતાં નીતિશે કહ્યું કે આ બેટનું પિકઅપ ખૂબ જ સારું છે અને તે હલકું પણ છે. અંતે તેણે એમ પણ કહ્યું કે હવે તે તેનું બેટ નથી, રિંકુનું બેટ છે.

    follow whatsapp