Madhya Pradesh Khandwa Groom Accident: મધ્યપ્રદેશના ખંડવામાં દુલ્હનને વિદાય કરીને લઈ જઈ રહેલા વરરાજાનું દર્દનાક મોત થયું છે. લગ્નની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ છે. લગ્નના થોડા કલાકોમાં કન્યા વિધવા બની ગઈ અને તેનું લગ્નજીવન બરબાદ થઈ ગયું. વરરાજાનો મૃતદેહ ખંડાવાના સુરગાંવ બંજરી પાસે પાટા પરથી મળી આવ્યો. ઘટના ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે પરિવારજનોને વરરાજા ન મળ્યા. કોટ-પેન્ટ પહેરેલા યુવકનો મૃતદેહ પાટા પર પડ્યો હોવાના સમાચાર આવ્યા. વરરાજાને શોધી રહેલા પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતકની ઓળખ કરી. તપાસમાં જાણવા મળ્યું કે વરરાજાનું મોત ટ્રેનમાંથી પડી જવાથી થયું. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. મૃતકના પરિજનોએ જણાવ્યું કે તે ટોયલેટ જવા માટે બહાર ગયો હતો, પરંતુ પાછો ન આવ્યો.
ADVERTISEMENT
ટ્રેન જાનમાં જઈ રહી હતી પરત
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકની ઓળખ રાકેશ તરીકે થઈ છે, જે ઈટારસીના સોહાગપુર ગામનો રહેવાસી છે. તેના લગ્ન જલગાંવના સુરગાંવ બંજરીની એક યુવતી સાથે થયા હતા. કન્યાના પરિવારે વિદાય આપ્યા પછી રાકેશ અને તેનો પરિવાર જલગાંવથી ઇટારસી માટે કરીબ રથ ટ્રેનમાં ચડ્યો. રસ્તામાં તે શૌચાલય ગયો, પરંતુ પરત આવ્યો નહીં. પરિવારજનો તેની રાહ જોઈ રહ્યા હતા અને ટ્રેન પણ ઈટારસી પહોંચી ગઈ હતી, પરંતુ રાકેશ આવ્યો નહોતો.
પાટા પરથી મળ્યો મૃતદેહ
પરિવારજનોએ તેની શોધખોળ ચાલુ રાખી, પરંતુ જ્યારે તે ન મળ્યો તો તેના ગુમ થયાની ફરિયાદ ઇટારસી જીઆરપીમાં નોંધાવવામાં આવી. 2 કલાક પછી પોલીસ તરફથી ફોન આવ્યો કે એક યુવકની લાશ પાટા પરથી મળી આવી છે. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મૃતદેહ રાકેશનો હોવાનું જણાયું. ઓળખ બાદ ઈટારસી જીઆરપીએ મૃતદેહનો કબજો લઈ અકસ્માતનો કેસ નોંધ્યો હતો.
ટ્રેનમાં સર્જાઈ દુર્ઘટના
મૃતક રાકેશના સંબંધી કમલ નાગપાલે જણાવ્યું કે તે પણ પરિવાર સાથે ટ્રેનમાં હતો. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયાં અને તેઓ કન્યા સાથે હસતાં-હસતાં ગામ પરત જઈ રહ્યાં હતાં, પરંતુ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ જશે એવું તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું. આંખોમાં આંસુ સાથે પરિવારની હાલત ખરાબ છે. દુલ્હનના પરિવારની પણ દયનીય હાલતમાં છે. અચાનક થયેલા અકસ્માતને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT