ઉત્તર પ્રદેશ: જાન લઈને પરણવા માટે આવેલા વરરાજાએ સાસુનું એવું રૂપ જોયું કે લગ્ન કરવાની જ ના પાડી દીધી. આખી જાન કન્યાને લીધા વિના જ પાછી ફરી હતી. હકીકતમાં, હયાતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકના સંબંધો સંભલ જિલ્લાના ગણવા શહેરની એક યુવતી સાથે નક્કી થયા હતા. બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. જે બાદ દુલ્હન પક્ષના લોકો પણ નક્કી કરાયા મુજબ લગ્ન સ્થળ પર પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
જ્યારે વર પક્ષના લોકો બેન્ડ સાથે ઝૂમતા લગ્ન સમારંભ સ્થળના દરવાજે પહોંચ્યા, ત્યારે કન્યાની માતા અને અન્ય લોકોએ વરઘોડાનું સ્વાગત કર્યું. મંડપના દ્વાર પર પહોંચ્યા બાદ બંને પક્ષની લગ્નની વિધિઓ ચાલી રહી હતી. આ દરમિયાન દુલ્હનની માતા ડીજેના તાલે અચાનક ડાન્સ કરવા લાગી હતી.
દુલ્હનની માતાને અલગ અંદાજમાં જોઈને જાનૈયાઓ દંગ રહી ગયા
દરમિયાન, જ્યારે વરરાજાની નજર તેની ભાવિ સાસુ પર પડી ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું. પરંતુ, આ દરમિયાન દુલ્હનની માતાએ ડીજે પર ડાન્સ કર્યો અને મોઢામાં સિગારેટથી ધુમાડો કાઢીને રીંગ બનાવી રહી હતી. આ નજારો જોઈને જાનૈયાઓ પણ દંગ રહી ગયા. જે બાદ વરરાજાએ માન-મર્યાદાના ઉલ્લંઘનની વાત કરીને દુલ્હન સાથે સાત ફેરા લેવાની ના પાડી દીધી હતી.
વરરાજાને સમજાવ્યો, પણ માન્યો નહીં
વરરાજાનો નિર્ણય સાંભળીને દુલ્હન પક્ષના લોકો ચોંકી ગયા હતા. તેઓએ વરરાજા અને તેના પરિવારના સભ્યોને સમજાવવાની કવાયત શરૂ કરી હતી. પરંતુ વરરાજાએ તેની સાસુના કારનામા જોઈને લગ્ન ન કરવાનું મન બનાવી લીધું હતું. આખરે કન્યા પક્ષના લોકો પણ દુલ્હન સાથે સ્થળ પરથી પરત ફર્યા હતા.
વરરાજાના પિતાએ કહ્યું- દુલ્હનની માતાએ દારૂ પીધો હતો
આ મામલે વરરાજાના પિતાનું કહેવું છે કે, લગ્નની રાત્રે ડીજે પર ડાન્સ થઈ રહ્યો હતો અને છોકરીની માતા નશામાં હતી. બીજી તરફ જે સમયે સંબંધ થયો તે સમયે અમે યુવતીને જોઈને જ બધું નક્કી કર્યું હતું. અમને કહેવામાં આવ્યું કે બંને પક્ષો માટે વ્યવસ્થા કરવી પડશે, તેથી અમે બંને પક્ષોનો ખર્ચ ઉઠાવ્યો. જ્યારે વરઘોડો માંડવા સુધી પહોંચ્યો ત્યારે કન્યાની માતા આરતીની થાળી પણ પકડી શકી ન હતી. પુત્રના લગ્ન ન થવા પાછળનું કારણ છોકરી અને તેની માતા છે.
કન્યા ફ્લાઈંગ કિસ આપી રહી હતીઃ વરનો ભાઈ
બીજી તરફ વરરાજાના ભાઈનું કહેવું છે કે જ્યારે વરઘોડો પહોંચ્યો ત્યારે પણ દુલ્હનની માતા વારંવાર ડાન્સ કરી રહી હતી અને તે ખૂબ જ નશામાં હતી. તો દુલ્હન સ્ટેજ પર આવી ત્યારે તે બધાને હાથ હલાવીને કિસ કરી રહી હતી. આ કૃત્ય જોઈને ભાઈએ લગ્ન કરવાની ના પાડી દીધી. જો કે લગ્નપ્રસંગમાં દહેજની માંગણી પુરી ન થવાને કારણે અવારનવાર સંબંધો તૂટવાના કિસ્સાઓ સામે આવે છે. પરંતુ સંભલ જિલ્લામાં માન-સન્માનના ઉલ્લંઘનને કારણે લગ્ન અધવચ્ચે જ તૂટી ગયાનો મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT