નવી દિલ્હી : મણિપુરમાં બે દિવસ સુધી શાંત રહ્યા બાદ શુક્રવારે ફરી એકવાર હિંસા ફાટી નિકળી હતી. શુક્રવારે થયેલી હિંસામાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ હિંસા બાદ ફરી તણાવ છે. મણિપુરમાં બે દિવસ સુધી શાંત રહ્યા બાદ શુક્રવારે ફરી એકવાર હિંસાનો તબક્કો શરૂ થયો. શુક્રવારે થયેલી હિંસામાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક 105 પર પહોંચી ગયો છે. મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચેનો સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિત શાહ પણ મેના અંતિમ સપ્તાહમાં મણિપુર પહોંચ્યા હતા અને ઘણા દિવસો સુધી રોકાઇએ સમગ્ર મામલે તાગ મેળવ્યો હતો. ત્યારે થોડી શાંતિનો માહોલ સર્જાયો હતો. જો કે છેલ્લા બે દિવસમાં કોઈ હિંસક ઘટના બની નથી. પરંતુ શુક્રવારે તંગદિલી ફરી એકવાર હિંસામાં ફેરવાઈ ગઈ હતી. મૂળ ખીણમાં સ્થાયી થયેલા મેઇતેઈ સમુદાય ઉત્તરપૂર્વીય રાજ્યમાં વસ્તીના 53 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, કુકી સમુદાયના 16 ટકા લોકો છે. જેમની મોટાભાગની વસ્તી પર્વતીય વિસ્તારોમાં સ્થાયી છે.
હાઈકોર્ટે મેઈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવાનું સૂચન કર્યા બાદ રાજ્યમાં હિંસા શરૂ થઈ હતી. આ પ્રસ્તાવનો કુકી સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓ તેના માટે સતત આંદોલન કરી રહ્યા હતા. આવી જ એક કૂચ દરમિયાન 3 મેના રોજ મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી અને ત્યારથી પરિસ્થિતિ બેકાબુ થઇ ચુકી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 40 હજાર લોકોને ઘર છોડવું પડ્યું છે. 300 લોકો ઘાયલ પણ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, હિંસા શુક્રવારની વહેલી સવારે ખોકેનના કુકી પ્રભુત્વવાળા ગામમાં શરૂ થઈ હતી. આ ગામ કાંગપોકપી અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની સરહદ પર આવેલું છે. એક અધિકારીએ કહ્યું, ‘ગામમાં થયેલી હિંસાને કારણે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અમે હજી ગામમાં પહોંચ્યા નથી. પોલીસની રાહ જુએ છે, તે પછી જ તેઓ ગામમાં પહોંચી શકશે. જ્યાં આ ઘટના બની તે કુકી પ્રભુત્વ ધરાવતું ગામ છે, જ્યારે પોલીસ હાલમાં માત્ર મીતેઈ પ્રભુત્વ ધરાવતા ગામોમાં જ તૈનાત છે.
Meitei અને Kuki સમુદાયો વચ્ચે ફરી અંતર વધશે
આ હિંસા બાદ રાજ્યમાં મેઇતેઇ અને કુકી સંઘર્ષ તેજ બન્યો છે. ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે આરોપ લગાવ્યો છે કે આ હુમલો મેઈતેઈ આતંકવાદી સંગઠનોના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. એક નેતાએ કહ્યું, ‘આ વિસ્તારમાં ફોર્સ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ તેઓ સ્થળ પર નહોતા. જ્યારે હુમલો થયો હતો. આ ઘટનાએ ફરી એકવાર મણિપુર પ્રશાસનની ચિંતા વધારી દીધી છે.
ADVERTISEMENT