GPSC-UPSC પરીક્ષાઓને ક્રેક કરવા માટે જીતુ વાઘાણીએ કરી વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત!…

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પરીક્ષા માટે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે જીતુ વાઘાણીએ મોટો નિર્ણય લીધો છે. તેમણે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરી શકે એના માટે…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પરીક્ષા માટે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે જીતુ વાઘાણીએ મોટો નિર્ણય લીધો છે. તેમણે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરી શકે એના માટે જનરલ નોલેજ વિષયને મરજિયાતપણે કોર્સમાં સામેલ કરવા અંગે મોટી જાહેરાત કરી છે. નોંધનીય છે કે આના પરિણામે શાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શરૂઆતી ધોરણથી જ પોતાનો પાયો સામાન્ય જ્ઞાન વિષયમાં સારો કરી શકે છે.

શિક્ષણ સાથે વ્યવસાયની તાલીમ આપવા ટકોર
જરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે-સાથે વ્યવસાય અંગે તાલિમ મળી રહે એના માટે જણાવ્યુ હતું. જીતુ વાઘાણીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે શૈક્ષણિક સત્ર વર્ષ 2022 દરમિયાન રાજ્યની 589 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અલગ-અલગ એવા 13 ટ્રેડમાં વોકેશનલ વિષયો ઉમેરાયા છે. આનાથી વિદ્યાર્થીઓનાં ભવિષ્યને સારી દિશા મળશે.

વાઘાણીએ ટ્વીટ કરી જણાવ્યું…
વિદ્યાર્થીઓ GPSC,UPSC,SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે એના માટે જીતુ વાઘાણીએ મોટો નિર્ણય કર્યો છે. આ દરમિયાન યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે જીતુ વાઘાણીએ જણાવ્યું કે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમા શૈક્ષણિક વર્ષ 2023-24થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.

    follow whatsapp