Kapil Sibal attack on BJP : રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે રવિવારે મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે, તમામ સ્વાયત સંસ્થાઓને ખોખલી કર્યા બાદ સરકાર હવે ન્યાયપાલિકાને પણ ખોખલી કરીને તેના પર કબ્જો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર એવી સ્થિતિ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે કે જેમાં રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચ બીજા જ અવતારમાં સામે આવે.
ADVERTISEMENT
સિબ્બલે કહ્યું કે, સરકારનો ઉદ્દેશ્ય બિલકુલ સ્પષ્ટ છે તેઓ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિના અધિકાર પર કબ્જો કરવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે તેનો કહેલો શબ્દ અંતિમ હોય. તેને કોઇ પણ સ્તરે તમે પડકારી શકો નહી. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો કે, જો સરકાર આ કરવામાં સફળ થાય છે તો લોકશાહી માટે તે સારૂ સાબિત નહી થાય.
સમાચાર એજન્સી પીટીઆઇએ સિબ્બલે કહ્યું કે, સરકાર એવી સ્થિતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં એકવાર ફરીથી સુપ્રીમ કોર્ટમાં બીજા સ્વરૂપમાં રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ (NJAC) નું પરીક્ષણ કરી શકાય. સિબ્બલે કહ્યું કે, સરકાર આમ પણ અન્ય તામ સંસ્થાઓ પર કબજો કરી ચુકી છે. ન્યાયપાલિકા સ્વતંત્રતાનો અંતિમ ગઢ છે. જો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિ પર અંતિમ નિર્ણય સરકાર પર છોડવામાં આવે છે, તો તેઓ આ સંસ્થાઓને એવા વ્યક્તિના ભરોસે છોડી દેશે જેની વિચારધારા સત્તામાં રાજનીતિક દળ તરફી હોય.
સિબ્બલે કહ્યું કે, આ કોલેજિયમ પ્રણાલીના આલોચક હતા પરંતુ રાજનીતિના આ મોડ પર સુપ્રીમમાં નિયુક્તિને સરકારને સોંપી શકાય નહી. સિબ્બલ જ્યારે કાનુની મંત્રી હતા, ત્યારે તેમણે પોતે કોલેજિયમ સિસ્ટમ અંગે સવાલ ઉઠાવ્યા હતા. જો કે તેઓ આ સિસ્ટમને યોગ્ય ગણાવી રહ્યા છે. સિબ્બલની આ પ્રતિક્રિયા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાલમાં જ કરેલી ટિપ્પણી બાદ આવી હતી. જેમાં તેમણે સુપ્રીમ દ્વારા એનજેએસીને રદ્દ કરવાના ચુકાદાની ટિકા કરી હતી.
ADVERTISEMENT