સરકારી પરીક્ષાનું હાઇટેક કૌભાંડ: એન્ટીજામર, વોકી-ટોકી, બ્લુટુથ સહિત 21 લોકોની ધરપકડ

સારણ : બિહારમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા દરમિયાન નકલ કરી રહેલા 21 લોકોને પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તે સમયે પરેશાન થઇ ગઇ જ્યારે પકડાયેલા આરોપીઓની…

Hitec scam

Hitec scam

follow google news

સારણ : બિહારમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા દરમિયાન નકલ કરી રહેલા 21 લોકોને પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તે સમયે પરેશાન થઇ ગઇ જ્યારે પકડાયેલા આરોપીઓની પાસેથી એન્ટી જામર, વોકી-ટોકી, બ્લૂતુથ જેવા ડિવાઇસ મળી આવ્યા હતા. હવે પોલીસની સ્પેશિયલ યૂનિટ આ મામલે તપાસ કરી રહી છે.

કોન્સ્ટેબલની પરીક્ષામાં હાઇટેક કૌભાંડ

બિહારમાં એક ઓક્ટોબરે કેન્દ્રીય પસંદગી પર્ષદ દ્વારા આયોજીત કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં પોલીસે નકલ કરાવનારી એક આખી ગેંગના અનેક સભ્યોની ધરપકડ કરી છે. તેમની પાસે જે હાઇટેક ટેક્નોલોજી અને ડિવાઇસ મળી આવ્યા છે તેને જોઇને પોલીસ કર્મચારીઓના પણ હોશ ઉડી ગયા.

લક્ઝરી કાર ફોર્ચ્યુનરમાંથી અનેક હાઇટેક સંસાધન ઝડપાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, સિપાહી ભરતી પરીક્ષાના બે દિવસ પહેલા ગત્ત શુક્રવારે સારણ પોલીસે એક લક્ઝરી કાર ફોર્ચ્યુનરમાંથી મોટા પ્રમાણમાં નકલમાં ઉપયોગ કરવામાં આવનારા હાઇટેક ડિવાઇસને જપ્ત કરવામાં આવ્યા હતા. આ ડિવાઇસની સાથે કાગળમાં છપરાના કેટલાક પરીક્ષાકેન્દ્રોના નામ પણ લખેલા હતા. ત્યાર બાદ પોલીસ આ સમગ્ર મામલે યુદ્ધના ધોરણે તપાસ કરવા લાગી હતી.

પોલીસ દ્વારા સધન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું

રવિવારે એટલે કે, 1 ઓક્ટોબરે સારણ જિલ્લામાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર જ્યારે પોલીસે સધન ચેકિંગ અભિયાન ચલાવ્યું તો અનેક મુન્નાભાઇ પોલીસ સામે આવ્યા હતા. જેમાં એક મહિલાનો પણ સમાવેસ થાય છે. આ મુન્નાભાઇઓની જ્યારે તપાસ કરવામાં આવી તો નકલમાં ઉપયોગમાં લેવામાં આવતા 10 બ્લુતુથ ઇયરપીસ, 8 એન્ટીજામર, 1 વોકી ટોકી સહિત અન્ય સામાન પોલીસે જપ્ત કર્યો હતો.

પરીક્ષા કેન્દ્રોની બહાર હાઇટેક તૈયારીઓ

પરીક્ષા કેન્દ્રની બહારથી પરિક્ષાર્થીઓને નકલ કરાવવામાં લાગેલા વ્યક્તિઓને વોકી ટોકી સાથે ઘટના સ્થળેથી જ ઝડપી લેવામાં આવ્યા. પકડાયેલા અનેક લોકો નકલી પ્રમાણપત્રના આધારે પરીક્ષા આપી રહ્યા હતા. કેટલાક મુન્નાભાઇઓ તો પરીક્ષા કેન્દ્રોની અંદર કાપલી પણ લઇ ગયા હતા.

21 લોકો કોપી કરતા ઝડપાયા

સારણ પોલીસ અધીક્ષક ડૉ.ગૌરવ મંગલાએ આ સમગ્ર મામલે માહિતી આપતા કહ્યું કે, કુલ 21 લોકો પરીક્ષા દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. જેમાં 20 પરીક્ષાર્થી અને એક વ્યક્તિને પરીક્ષા કેન્દ્રની બહાર કોઇ પરીક્ષાર્થીને નકલ કરાવવા દરમિયાન વોકી ટોકીની સાથે ધરપકડ કરવામાં આવી છે.

    follow whatsapp