નવી દિલ્હી : પહેલીવાર સરકારી યોજનાઓના સમય પહેલા પુરી થવાની ગેરેન્ટી આપનારી ઇન્શ્યોરન્સ યોજના હેઠળ બજાજ આલિયાંજના શ્યોરિટી બોન્ડ ઇન્શ્યોરન્સ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ બહાર પાડ્યા હતા. એટલે કે આ બોન્ડ્સ હવે પારંપરિક બેંક ગેરેન્ટીના વિકલ્પ બનીને આવ્યા છે. તેમાં નિર્માતા કંપનીનું જોખમ ઓછુ થશે અને દેશની પ્રગતિની ગતિને શક્તિ મળશે.
ADVERTISEMENT
નિતિન ગડકરીએ દેશના પહેલા શ્યોરિટી બોન્ડ ઇન્શ્યોરન્સ લોન્ચ કરવા માટે કહ્યું કે, ભારત 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને પુરા કરવાની રાહ પર ઝડપથી અગ્રેસર છે. આ રાહમાં તે વીમા મહત્વપુર્ણ ભુમિકા અદા કરશે આ સપનાને સાકાર કરવા માટે જરૂરી છે કે અમે શક્ય તેટલુ ઝડપી અને સમયાંતરે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પુર્ણ કરશે. ખાસ કરીને અમારા માર્ગ, હાઇવે અને અન્ય મહત્વની યોજનાઓ.
ગડકરીએ કહ્યું કે, નવા શ્યોરિટી બોન્ડ વીમાના સાધનથઈ કંપનીઓ પાસે હાલની મુડી, લિક્વિડિટી અને ક્ષમતામાં સુધારો આવશે અને તેના કારણે સમગ્ર સેક્ટરને લાભ મળશે. આ દેશના વિકાસમાં નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કવચ બનશે. તેના કારણે ન માત્ર નિર્માણ અને યોજનાઓ સમયે પુર્ણ કરી પડશે પરંતુ દેશના વિકાસની ઝડપ પણ વધશે. બજાજ આલિયાન્ઝના આ ઉત્પાદન દેશમાં શરૂ થનારી આગામી યોજનાઓની ગતિ-પ્રગતિ વધારવા અને દેશમાં માળખાગત ઇન્ફ્રાસ્ટ્ર્કચરને મજબુત કરવાના સરકારના દ્રષ્ટિકોણ અનુરૂપ છે.
ગડકરીએ કહ્યું કે, ભારત સરકાર એવા ઘણા નિશ્ચિત પગલા ઉઠાવી રહીછે જેનો ઇરાદો દેશમાં ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રકચરના સારુ નિર્માણ કરવાનો છે. આ શ્યોરિટી બોન્ડ ઇન્શ્યોરન્સ પણ આ દિશામાં એક મહત્વનું પગલું છે. આ શ્યોરિટી બોન્ડ ઇન્શ્યોરન્સ નિર્માણ કાર્ય અને યોજનાઓ માટે એક સુરક્ષા કવચ તરીકે કામ કરશે જેના કારણે કોન્ટ્રાક્ટર કંપની અને સંસ્થા બંન્નેને સુરક્ષા મળે. આ ઉત્પાદન અલગ અલગ શ્રેણીના અનેક કોન્ટ્રાક્ટ લેનારી કંપનીઓની જરૂરિયાતો પણ પુર્ણ કરશે જે વારંવાર અપ્રત્યક્ષ પરિસ્થિતિમાં પણ કામ કરી રહી છે.
આ શ્યોરિટી બોન્ડ ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટ આપનારી સંસ્થા માટે તેમનું જોખમ ઘટાડવા માટેનું એક સાધન છે. જેના માધ્યમમથી જે કોન્ટ્રાક્ટ આપનારી કંપની પોતાની સમજુતી અનુરૂપ કામ નહી કરતી અથવા કોઇ અન્ય નુકસાન હોય છે તો કોન્ટ્રાક્ટ બહાર પાડનારી પાર્ટી પર તેની ઓછામાં ઓછી અસર હોય.
આ વીમાના માધ્યમથી કોન્ટ્રાક્ટ બહાર પાડનારી પાર્ટીને આ ગેરેન્ટી મળે છે કામ નિશ્ચિત માપદંડો અને શરતો અનુસાર જ પુર્ણ થશે. જો કોઇ કોન્ટ્રાક્ટર શર્તો અનુસાર કામ નથી કરતું તો કોન્ટ્રાક્ટ બહાર પાડનારી કંપની પોતાનો ક્લેમ લગાવીને તેમને થયેલા નુકસાનની ભરપાઇની માંગ પણ વીમા કંપની દ્વારા કરી શકે છે.
બેંક ગેરેન્ટીની વિપરીત શ્યોરિટી બોન્ડ ઇન્શ્યોરન્સમાં કોન્ટ્રાક્ટરને ઘણી મોટી રકમ ભોગવવી નથી પડતી, જેના કારણે તેની પાસે ઉપલબ્ધ મુડી પર કોઇ ભાર નથી આવતો અને તે સરળતાથી પોતાના વ્યવસાયને વધારવા માટે ઉપરોક્ત રકમનો ઉપયોગ કરી શકે છે. આ ઉત્પાદનથી કોન્ટ્રાક્ટરની દેવાદારી અને દેવામાં પણ ઘટાડો થશે. જેના કારણે તેમની આર્થિક સમસ્યાઓનું સમાધાન થઇ શકે. આ ઉત્પાદન દ્વારા ભારતમાં વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓને ઉત્તેજન મળશે.
પ્રોડક્ટ લોન્ચ કરતા સમયે ગડકરીએ કહ્યું કે, અમને સંપુર્ણ વિશ્વાસ છે કે, વધારે માર્ગ બનાવવાથી વધારે સમૃદ્ધી આવશે. રોજગારની તકો વધશે અને સામાજિક જોડાણમાં પણવધારો થશે. શ્યોરિટી બોન્ડ ઇન્શ્યોરન્સની આ દિશામાં ખુબ જ અનોખું અને પહેલું પગલું છે.
ADVERTISEMENT