સરકારી સ્કૂલો ઇન્ટરનેટની સુવિધામાં અનેક રાજ્યો પાછળ, જાણો ગુજરાત કેટલા ક્રમાંક પર છે ?

અમદાવાદ: 21 મી સદીને વિજ્ઞાન અને ટેકલનોલોજીની સદી માનવામાં આવી છે. ત્યારે સરકાર પણ હવે ટેકનોલોજી પર ભાર મૂકવા લાગી છે. દેશના વીવીધ રાજ્યની શાળામાં…

gujarattak
follow google news

અમદાવાદ: 21 મી સદીને વિજ્ઞાન અને ટેકલનોલોજીની સદી માનવામાં આવી છે. ત્યારે સરકાર પણ હવે ટેકનોલોજી પર ભાર મૂકવા લાગી છે. દેશના વીવીધ રાજ્યની શાળામાં ટેકનોલોજીનું નોલેજ મળી રહે તે માટે ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવે છે. આ દરમિયાન દેશમાં ડિજિટલ ઇન્ડિયા અને શિક્ષણમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગની વાતો વચ્ચે સરકારી સ્કૂલોમાં હજુ પૂરતી ઇન્ટરનેટની સુવિધા જ નહીં હોવાનું ચિત્ર સામે આવ્યું છે. દેશભરની 10.22 લાખ સરકારી સ્કૂલો પૈકી માત્ર 24.15% એટલે કે 2.47 લાખ સ્કૂલ જ એવી છે, જેમાં ઇન્ટરનેટની સુવિધા છે. દેશના 15 રાજ્યોની સ્કૂલોમાં તો દેશની સરેરાશ જેટલી પણ સુવિધા નથી. ત્યારે આ મામલે ગુજરાત એવું રાજ્ય છે જ્યાં રાજ્યની 94.18% શાળામાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે
ગુજરાત રાજ્યને દેશભરમાં મોડલ તરીકે ઘણા સમય પહેલા જ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત મોડલ હવે શિક્ષણમાં ટેકનોલોજી ક્ષેત્રે અવલ્લ આવ્યું છે. દેશભરમાં 10 હજારથી વધુ સરકારી સ્કૂલ ધરાવતા 20 મોટાં રાજ્યો છે. આ તમામ રાજ્યમાં ઇન્ટરનેટની સુવિધા મામલે ગુજરાત 94.18% સાથે દેશમાં પહેલા ક્રમે છે. ત્યારબાદ 53.50% સાથે રાજસ્થાન બીજા ક્રમે, પંજાબ ત્રીજા ક્રમાંક પર છે (46.79%), આંધ્રપ્રદેશ ચોથા (45%) અને છત્તીસગઢ પાંચમા (33.78%) ક્રમે છે. ગુજરાતનું પડોશી રાજ્ય મહારાષ્ટ્ર (28.84%) આઠમા, મધ્યપ્રદેશ (17.73%) 12મા અને પશ્ચિમ બંગાળ (15.50%) 14મા સ્થાને છે. આમ ગુજરાતમાં કુલ 34699 શાળાઓ છે જેમાંથી 32781 શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

એક તરફ સરકાર ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે દેશનું આવનારું ભવિષ્ય શાળાઓમાં જ ઘડાય છે. આ દરમિયાન દેશના 20 મોટા રાજ્યોમાં ઇન્ટરનેટ મામલે સૌથી ખરાબ સ્થિતિ બિહારની છે.બિહારમાં માત્ર 5.85% સરકારી સ્કૂલમાં જ ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી છે. ત્યારબાદ ઓડિશામાં 8.09%, ઉત્તરપ્રદેશમાં 8.81%, તેલંગાણામાં 9.23% અને આસામમાં માત્ર 10.28% સ્કૂલમાં ઇન્ટરનેટની સુવિધા છે.

અહીની તમામ શાળામાં છે ઈન્ટરનેટ સુવિધા
આ સાથે જ દેશના કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરવામાં આવે તો દેશમાં ચંડીગઢ, દિલ્હી અને પુડુચેરી એ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી સ્કૂલોમાં 100% ઇન્ટરનેટ સુવિધા છે.

દેશના ટોપ 5 રાજ્યો
ગુજરાતમાં કુલ 34699 સરકારી શાળાઓ છે. જેમાંથી 32781 શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે એટલે કે રાજ્યની 94.18% શાળામાં ઇન્ટરનેટની સુવિધા છે. આ સાથે જ રાજસ્થાનમાં 68948 સરકારી શાળાઓ છે. જેમાંથી 36889 શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે એટલે કે રાજ્યની 53.50% શાળામાં ઇન્ટરનેટની સુવિધા છે. જ્યારે ત્રીજા ક્રમાંક પર પંજાબ રાજ્ય છે. પંજાબમાં કુલ 19259 શાળા છે. જેમાંથી 9013 શાળામાં ઈન્ટરનેટ છે. એટલે કે 46.79% શાળામાં ઇન્ટરનેટની સુવિધા છે. જ્યારે ચોથા ક્રમાંક પર આંધ્રપ્રદેશ છે. જ્યાં 45137 શાળા છે. અને 20313 શાળામાં ઇન્ટરનેટની સુવિધા છે. એટલે કે 45.00% શાળામાં ઈન્ટરનેટ છે. જ્યારે પંચમાં ક્રમ પર છત્તીસગઢ છે. જ્યાં 48743 શાળાઓ છે જેમાંથી 16469 શાળામાં ઇન્ટરનેટ પહોંચ્યું છે. એટલે કે 33.78% શાળામાં ઇન્ટરનેટ છે.

આ પણ વાંચો: ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ થયો હતો પ્રેમ તો પછી કેમ ન કરી શક્યા પ્રપોઝ ?

આ રાજ્યની હાલત છે ખરાબ
બિહાર રાજ્યમાં કુલ 75558 સરકારી શાળાઓ છે જેમાંથી 4421 શાળામાં જ ઇન્ટરનેટ ની સુવિધા છે. એટલે કે ફક્ત 5.85% શાળામાં જ ઇન્ટરનેટની સુવિધા છે. જ્યારે ઓડિશામાં 49072 સરકારી શાળા છે જેમાંથી 3970 શાળાઓમાં ઇન્ટરનેટ ની સુવિધા છે. એટલે કે 8.09% શાળામાં નેટ ની સુવિધા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં 137024 સરકારી શાળાઓ છે. જેમાંથી ફક્ત 12074 શાળામાં જ ઈન્ટરનેટની સુવિધા છે. એટલે કે 8.81% શાળામાં જ નેટ છે. જયારે તેલંગાણામાં 30023સરકારી શાળા છે જેમાંથી ફક્ત 2772 શાળામાં નેટની સુવિધા છે.જ્યારે આસામમાં 45490 સરકારી શાળા છે. જેમાંથી 4680 શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp