- ગૂગલ મેપના મુજબ રસ્તા પર જતાં SUV ગાડી સીડીઓ વચ્ચે ફસાઈ
- તમિલનાડુના એક મિત્રનું ગ્રુપ વિકેન્ડ પર ફરવા ગયું હતું
- શોર્ટકટ રસ્તો લેવાના ચક્કરમાં થઈ ગયું કાંડ
Error in Google Map: કહેવાય છે કે ટેકનોલોજીનો ઉપયોગ માણસનું કામ સરળ અને ઝડપી બનાવી દે છે તો બસ આ જ ચક્કરમાં તમિલનાડુના એક મિત્રનું ગ્રુપ ફરવા નીકળ્યું હતું. તેમણે ગૂગલ મેપના આધારે શોર્ટકટ રસ્તો શોધ્યો પરંતુ આ શોર્ટકટ તેમણે બોવ મોંઘો પડ્યો. ગુડલુરમાં suv ડ્રાઈવર ગૂગલ મેપથી આગળ જતાં સીડી પર ફસાઈ ગયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે આ લોકો ગુડલુરથી ગાડીમાં કર્ણાટક તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે શૉર્ટકટના ચક્કરમાં સીડી પર ફસાઈ ગયા.
ADVERTISEMENT
કાર રહેણાંક વિસ્તાર તરફ જતી સીડીઓ વચ્ચે ફસાઈ ગઈ
ગૂગલ મેપના પગલે આ લોકો પોલીસ ક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની કાર રહેણાંક વિસ્તાર તરફ જતી સીડીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી. તેણે ઉતાવળમાં તેની એસયુવી અધવચ્ચે અટકાવી. આ પછી તેણે નજીકના લોકો પાસે મદદ માંગી. આ ઘટનાની માહિતી પોલીસ સુધી પહોંચી અને ઘણી મહેનત બાદ તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
મિત્રો જે જગ્યાએ ગયા હતા તે લોકપ્રિય હોલિડે સ્પોટ છે
ગુડલુર એક લોકપ્રિય હોલિડે સ્પોટ છે જે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક વચ્ચે એક પ્રકારનું ટ્રાઇ-જંક્શન પોઇન્ટ છે. સામાન્ય રીતે લોકો ઉટી જતી વખતે અહીં જવાનું પસંદ કરે છે. તે જ સમયે, તમિલનાડુના દક્ષિણ તેનકાસી જિલ્લાના કદયાનલ્લુર નજીક સિંગીલીપટ્ટી ગામમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં કાર અને લારી વચ્ચેની અથડામણમાં છ મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અહેવાલો અનુસાર, કારમાં સવાર તમામ છ યુવકો તેનકાસી નજીક પુલિયાંકુડી ગામના વતની હતા અને રજાઓ ગાળ્યા બાદ અને કોટલ્લામ ધોધમાં સ્નાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.
ADVERTISEMENT