Malaria vaccine : ભારતના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ઓર્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા મેલેરિયાની પહેલી રસી (મેલેરિયા વેક્સિન) બનાવવામાં આવી છે . આઈવરી કોસ્ટ તેનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ બન્યો છે. અહીં R21 વેક્સિનના 656,600 ડોઝ મોકલવામાં આવ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ભારતના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવેલી મેલેરિયાની વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી માન્યતા મળ્યા બાદ તેને આફ્રિકા મોકવામાં આવી રહી છે. આ વિશ્વની બીજી મેલેરિયાની વેક્સિન છે.
ADVERTISEMENT
આફ્રિકામાં બાળકોને અપાશે વેક્સિન
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને SII દ્વારા આ વેક્સિન બનાવવામાં આવી છે, જેને R21 કહેવામાં આવે છે. પશ્ચિમ આફ્રિકન દેશની વ્યાપારી રાજધાની આબિજાનમાં બાળકોને આપવામાં આવશે. તેની શરૂઆત ટૂંક સમયમાં થવા જઈ રહી છે. વેક્સિન બનાવનાર અને તેમના સહયોગીઓએ એક નિવેદનમાં આ અંગેની જાણકારી આપી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નવી વેક્સિનને ઘાના, નાઈજીરીયા, બુર્કિના ફાસો અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અન્ય ઘણા દેશો પણ આ હાંસલ કરવાની તૈયારી કરી રહ્યા છે.
આઈવરી કોસ્ટને 6 લાખ 56 હજારથી વધુ ડોઝ
આઈવરી કોસ્ટને અત્યાર સુધીમાં આ વેક્સિનના 656,600 ડોઝ મળ્યા છે. આ શરૂઆતમાં આઈવરી કોસ્ટના 16 ક્ષેત્રોમાં નવજાત શિશુથી લઈને 23 મહિના સુધીના 250,000 બાળકોને રસી આપશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 2023માં આફ્રિકામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ વેક્સિનનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. આફ્રિકામાં દર વર્ષે 600,000થી વધુ લોકો આ રોગથી મૃત્યુ પામે છે.
ADVERTISEMENT