Saudi Arabia Changed Work Visa Rules: વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા ભારતીયો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને સાઉદી અરેબિયામાં નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે, કારણ કે સાઉદી અરેબિયામાં કામ કરવાના નિયમો બદલાઈ ગયા છે. આનાથી ભારતીય યુવાનોને ઝટકો લાગશે. આ નવો નિયમ વર્ષ 2024થી લાગુ થઈ જશે. સાઉદી અરેબિયા સરકારના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે આ નવા નિયમ વિશે જાણકારી આપી. નવા આદેશો અનુસાર, 24 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને હાઉસ હેલ્પર તરીકે કામ પર રાખવામાં આવશે નહીં. આ નવા નિયમને લાગુ કરવાનો હેતુ જોબ માર્કેટને કંટ્રોલ કરવાનો છે.
ADVERTISEMENT
26 લાખ ભારતીયો હાલમાં સાઉદી અરેબિયામાં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉદી અરેબિયાની સરકારે મોબાઈલ એપ દ્વારા વિદેશી કર્મચારીઓને ઓનલાઈન પેમેન્ટ આપવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર, સાઉદી અરેબિયાના નાગરિકો તેમની વિદેશી પત્નીઓ, તેમના પરિવારના સભ્યો, સાઉદી અરેબિયાના પ્રીમિયમ વર્ક પરમિટ ધારકોને નોકરી પર રાખી શકે છે, પરંતુ વર્ક વિઝાના નવા નિયમોથી ભારતીયો માટે મુશ્કેલ બનશે, કારણ કે સાઉદી અરેબિયામાં આ સમયે ઘણા ભારતીય યુવાનો નોકરી કરે છે. લગભગ 26 લાખ ભારતીયો હાલમાં સાઉદી અરેબિયામાં છે અને નવા નિયમો લાગુ થયા પછી 2024માં આમાંથી અડધા યુવાનોને નોકરી નહીં મળે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે.
સાઉદી અરેબિયાના કેવી રીતે મળે છે વર્ક વિઝા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉદી અરેબિયામાં ડ્રાઈવર, કુક, ગાર્ડ, માળી, નર્સ, દરજી, નોકર વગેરેની નોકરી માટે સારો પગાર મળે છે. પહેલા લેવલના વર્ક વિઝા મેળવવા માટે તમારે તમારી આવક દર્શાવવી પડશે. બેંક ખાતામાં 40 હજાર સાઉદી રિયાલ હોવા જોઈએ. સેકન્ડ વિઝા માટે ઓછામાં ઓછા 7 હજાર સાઉદી રિયાલ કમાવવા પડશે. બેંક ખાતામાં 60 હજાર સાઉદી રિયાલ હોવા જોઈએ.થર્ડ વિઝા મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 25 હજાર સાઉદી રિયાલ કમાવવા પડશે. બેંક ખાતામાં 2 લાખ સાઉદી રિયાલ હોવા જોઈએ. તો વર્ષ 2023માં ખાનગી કંપનીઓમાં કામ કરનારાઓ માટે એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે વર્ક વિઝાની અવધિ 2થી ઘટાડીને એક વર્ષ કરવામાં આવી હતી.
ADVERTISEMENT