Hindenburg મુદ્દે રાજકીય ગરમાટો: Rahul Gandhi એ સરકારને ઘેરી, રોકાણકારોને લઈ કરી આ વાત

Rahul Gandhi targets SEBI: કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ Hindenburg Research Report ના આધારે સેબી પર સવાલ ઉઠાવ્યા છે.

Rahul Gandhi targets SEBI

Rahul Gandhi targets SEBI

follow google news

Rahul Gandhi targets SEBI: કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ Hindenburg Research Report ના આધારે સેબી પર સવાલ ઉઠાવ્યા છે. આ મુદ્દે તેઓએ કેન્દ્ર સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, નાના રિટેલ રોકાણકારોની સંપત્તિના રક્ષણ માટે જવાબદાર નિયમનકાર સેબીની અખંડિતતાને તેના ચેરમેન સામેના આરોપોથી ગંભીર ઠેસ પહોંચી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશભરના પ્રામાણિક રોકાણકારો સરકારને સવાલો પૂછી રહ્યા છે કે, "સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી? જો રોકાણકારો તેમની મહેનતથી કમાયેલા પૈસા ગુમાવે તો કોણ જવાબદાર હશે?" અદાણી જે નવા અને અત્યંત ગંભીર આરોપો સામે આવ્યા છે તે જોતાં શું સુપ્રીમ કોર્ટ આ મામલાની ફરીથી પોતાની રીતે તપાસ કરશે?

કોંગ્રેસે સેબી પર પણ ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે અગાઉ કહ્યું હતું કે, અદાણી મેગા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું કે અગાઉ જ્યારે તમામ આરોપો લગાવવામાં આવ્યા હતા ત્યારે મામલો સેબીમાં ગયો હતો પરંતુ કંઈ થયું ન હતું. સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે હવે એ વાત સામે આવી છે કે સેબીના ચેરમેને પોતે આ ફંડમાં રોકાણ કર્યું હતું. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે તેનું કનેક્શન વિનોદ અદાણી સાથે છે, જે ગૌતમ અદાણીના ભાઈ છે. તેમણે જણાવ્યું કે, બૂચ કપલે સિંગાપોરમાં રોકાણ કર્યું હતું. અહેવાલને ટાંકીને, તેમણે કહ્યું કે આ રોકાણ 2017 અને 2022 ની વચ્ચે કરવામાં આવ્યું હતું, અને આ ત્યારે થયું જ્યારે માધાબી બુચ સેબીના પૂર્ણ-સમયના સભ્ય હતા, અને તેમની સિંગાપોરની કંપનીમાં 100 ટકા હિસ્સો હતો.

સેબી ચીફના ઓફશોર રોકાણ પર ઉઠાવવામાં આવેલા સવાલો

કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બૂચે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી સાથે જોડાયેલા ઓફશોર એન્ટિટી સાથે જોડાયેલા ફંડમાં રોકાણ કર્યું હતું. સુપ્રિયા શ્રીનેટના જણાવ્યા અનુસાર, અહેવાલમાં અગોરા કન્સલ્ટિંગનો ઉલ્લેખ છે, જે માધાવી બુચની માલિકીની પેઢી છે. આ કંપનીનો ભારતમાં પણ ઘણો બિઝનેસ છે. અહેવાલમાં અગોરાની માલિકીથી લઈને સેબીના વડા બનવા સુધીના તેમના ઉદયની ચર્ચા કરવામાં આવી છે, અને બૂચે કેવી રીતે કંપનીનું નેતૃત્વ તેમના પતિને સોંપ્યું તેની પણ ચર્ચા કરવામાં આવી છે. હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટને ટાંકીને સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે સેબી ચીફના પતિ બ્લેકસ્ટોનમાં વરિષ્ઠ સલાહકાર છે અને તેઓ REIT (રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ)ને પ્રોત્સાહન આપે છે. કોંગ્રેસે કહ્યું કે રિપોર્ટમાં બૂચના ઓફશોર રોકાણો, તેમની કન્સલ્ટિંગ ફર્મ અગોરા અને બ્લેકસ્ટોન વચ્ચેની સાંઠગાંઠનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે આ સવાલો ઉઠાવ્યા હતા

કોંગ્રેસે પૂછ્યું કે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું માધબી  બુચ સેબીના વડા તરીકે ચાલુ રહેશે? તેમણે કહ્યું, કારણ કે રિપોર્ટ રેગ્યુલેટરની વિશ્વસનીયતા ઘટાડે છે અને તે વડા પ્રધાનની અખંડિતતાને પણ નુકસાન પહોંચાડે છે. કોંગ્રેસના પ્રવક્તાએ પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રિયા શ્રીનેતે પૂછ્યું કે શું બૂચે 2015માં વિનોદ અદાણી સાથે જોડાયેલા IP Plus 1 ફંડમાં રોકાણ કર્યું હતું?
 

    follow whatsapp