Gautam Adani News: રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી (Mukesh Ambani)ને પાછળ છોડીને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) હવે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણીએ લાંબી છલાંગ લગાવી છે અને તેઓ 12માં સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની નેટવર્થ (Gautam Adani Net Worth)માં પણ જબરદસ્ત વધારો થયો છે. 24 કલાકમાં તેમની સંપત્તિમાં 7.6 અબજ ડોલરનો વધારો થયો છે.
ADVERTISEMENT
મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ વધારો
તો મુકેશ અંબાણી (Mukesh Ambani) અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાનેથી ખસીને 13મા સ્થાને પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index) મુજબ, મુકેશ અંબાણીની સંપત્તિ 97 બિલિયન ડોલર છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થમાં 665 મિલિયન ડોલરનો વધારો થયો છે.
ગૌતમ અદાણીની નેટવર્થ
અદાણી ગ્રુપના માલિક અને હવે ભારતના સૌથી ધનિક વ્યક્તિ અબજોપતિઓની યાદીમાં 12મા નંબરે આવી ગયા છે. ગુરુવાર સુધી તેઓ આ લિસ્ટમાં 14માં નંબર પર હતા, પરંતુ 24 કલાકમાં જબરદસ્ત કમાણી થવાને કારણે તેમની નેટવર્થમાં સારો ગ્રોથ થયો અને તેઓ 14માં સ્થાનેથી સીધા 12માં સ્થાને પહોંચી ગયા છે. સાથે જ તેઓ ભારતના સૌથી ધનિક વ્યક્તિ પણ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ 97.6 અબજ ડોલર થઈ ગઈ છે.
કેમ ઝડપથી વધી ગૌતમ અદાણીની સંપત્તિ?
અદાણી-હિંડનબર્ગ કેસ (Adani-Hindenburg Case)માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી રહી છે, જેના કારણે કંપનીની વેલ્યૂ વધી રહી છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી છે.
ADVERTISEMENT