લખનઉ કોર્ટ પરિસરમાં ગેંગસ્ટર સંજીવ જીવાની ગોળી મારી હત્યા, વકીલના ડ્રેસમાં આવ્યા હતા હુમલાખોરો

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્તાર અંસારીના નજીકના મિત્રને ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. હત્યારા વકીલના વેશમાં આવ્યો…

gujarattak
follow google news

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્તાર અંસારીના નજીકના મિત્રને ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. હત્યારા વકીલના વેશમાં આવ્યો હતો અને કોર્ટમાં ઘુસ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો

આ ઘટનાને લખનૌ સિવિલ કોર્ટની બહાર અંજામ આપવામાં આવ્યો છે. મૃતકની ઓળખ પશ્ચિમ ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા સંજીવ જીવા તરીકે થઈ છે. ગોળી વાગતાં સંજીવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સંજીવ જીવા પર ભાજપના નેતા બ્રહ્મદત્ત દિવેદીની હત્યાનો આરોપ હતો. આ સિવાય તે અન્ય ઘણા કેસમાં આરોપી હતો. આ સમયે ભારે પોલીસ બંદોબસ્ત ઘટનાસ્થળે હાજર છે.

લખનૌ જેલમાં બંધ હતો
સંજીવ જીવા પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી હતો. તેનું કનેક્શન મુખ્તાર અંસારી સાથે છે. તે મુખ્તારનો શૂટર રહી ચૂક્યો છે. પ્રખ્યાત કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. સંજીવ હાલમાં યુપીની લખનૌ જેલમાં બંધ હતો.

સંજીવ જીવા હાલ લખનૌ જેલમાં બંધ હતો. 90ના દાયકામાં સંજીવ મહેશ્વરીએ પોતાનો ડર બનાવવાનું શરૂ કર્યું, પછી ધીમે ધીમે તે પોલીસ અને સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બની ગયો. શરૂઆતના દિવસોમાં તે ડિસ્પેન્સરી ઓપરેટરમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. આ નોકરી દરમિયાન જીવાએ તેના બોસ એટલે કે દવાખાનાના સંચાલકનું અપહરણ કર્યું હતું.

માંગી હતી 2 કરોડની ખંડણી
આ ઘટના બાદ તેણે 90ના દાયકામાં કોલકાતાના એક બિઝનેસમેનના પુત્રનું પણ અપહરણ કર્યું હતું અને બે કરોડની ખંડણી માંગી હતી. તે સમયે કોઈની પાસેથી બે કરોડની ખંડણી માંગવી એ પણ મોટી વાત હતી. આ પછી જીવા હરિદ્વારની નાઝીમ ગેંગમાં પ્રવેશ્યો અને પછી સતેન્દ્ર બરનાલા સાથે જોડાયો, પરંતુ તેને પોતાની ગેંગ બનાવવાની તલપ હતી.

આ રીતે આવ્યો હતો મુખ્તાર અંસારીના સંપર્કમાં
સંજીવ જીવાનું નામ 10 ફેબ્રુઆરી 1997 ના રોજ ભાજપના દીગજ્જ નેતા બ્રહ્મ દત્ત દ્વિવેદીની હત્યામાં સામે આવ્યું. જેમાં સંજીવ જીવાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ જીવા થોડા દિવસો પછી મુન્ના બજરંગી ગેંગમાં પ્રવેશ્યો અને તે જ સમયે  તે મુખ્તાર અંસારી સાથે સંપર્કમાં આવ્યો. એવું કહેવાય છે કે મુખ્તારને અત્યાધુનિક શસ્ત્રોનો શોખ હતો, જ્યારે જીવા પાસે શસ્ત્રો એકત્ર કરવાનું  નેટવર્ક હતું. આ કારણથી તેને અંસારીના આશીર્વાદ પણ મળ્યા અને પછી કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં સંજીવનું નામ પણ સામે આવ્યું.

 

    follow whatsapp