મધ્ય પ્રદેશ: અમદાવાદની સાબરમતી જેલમાં બંધ UPના હિસ્ટ્રી સીટર અતિક અહેમદને UP પોલીસ પ્રયાગરાજ લઈ જઈ રહી છે. ગઈકાલે સાંજે અમદાવાદથી નીકળેલી UP પોલીસે આજે સવારે મધ્ય પ્રદેશ પહોંચી હતી. અતિક અહેમદની વાન શિવપુરી જીલ્લાની સીમામાં પ્રવેશતા તેનો અકસ્માત થયો હતો. પોલીસના કાફલા સાથે ગાય સાથે અથડાતા ગાયનું મોત નીપજ્યું હતું. જેનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.
ADVERTISEMENT
મધ્ય પ્રદેશના શિવપુરીમાં અતિકની વાન સાથે ગાય અથડાઈ
ગેંગસ્ટર અતિક અહેમદનો કાફલો શિવપુરી જીલ્લામાંથી પસાર થતો હતો. ત્યારે અચાનક અતિક અહેમદની વાન સામે એક ગાય આવી ગઈ હતી. ખારાઈ ચેકપોસ્ટ પાસે આ ગાય અતિક અહેમદની વાન સાથે અથડાઈ હતી અને રોડ પર જ ગલોટીયા ખાઈને પડી હતી. જેના કારણે ગાયનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું હતું. જે બાદ સમગ્ર કાફલાને 30 સેકન્ડ માટે રોકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાફલો યુપીના પ્રયાગરાજ જવા રવાના થયો હતો.
અતિકની બહેનને એન્કાઉન્ટરનો ડર
બીજી તરફ અતિક અહેમદનો પરિવાર તેના એન્કાઉન્ટરને લઈને ચિંતિત છે. આ જ કારણ છે કે અતિક અહેમદની બહેન પડછાયાની જેમ ગુજરાતથી યુપી પોલીસના કાફલાની પાછળ પાછળ જઈ રહી છે. તેણે આશંકા વ્યક્ત કરી છે કે તેના ભાઈ અતિક અહેમદનું એન્કાઉન્ટર થઈ શકે છે. અતિક અહેમદની બહેને જણાવ્યું, ભાઈની તબિયત સારી નથી રહેતી. તેમની તબિયત રોડ માર્ગે યુપી લાવવા લાયક સારી નથી. તેમ છતાં તેમને રોડ માર્ગે લઈ જવામાં આવી રહ્યા છે. બહેને કહ્યું કે તેના ભાઈનું એન્કાઉન્ટર થઈ શકે છે. તેથી જ તે ગુજરાતમાંથી જ તેના કાફલાને પાછળ જઈ રહી છે. તેના બીજા ભાઈ અશરફ અહેમદને બરેલી જેલમાંથી લાવવામાં આવી રહ્યો છે, તેનું પણ એકાઉન્ટર થઈ શકે છે.
ADVERTISEMENT