G20 Summit 2023: રાજધાની દિલ્હી ખાતે G20 Summit 2023 માટે વિદેશી મહેમાનો એક પછી એક આવી રહ્યા છે. આજે બ્રિટનના વડાપ્રધાન રુસી સુનક, બાંગલાદેશના વડાપ્રધાન શેખ, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની અને આર્જેન્ટિનાથી લઈને ઘણા દેશોના રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન અને ડેલીગેશન અહીં આવી રહ્યું છે. આ દરમિયાનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ અહીં આવી પહોંચ્યા છે. આપને અહીં જણાવી દઈએ કે ચીની રાષ્ટ્રપતિ આ બેઠકમાં નહીં જોડાવાના હોવાનું સામે આવ્યું છે. હાલ અમેરિકી રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું છે. હવે બાઈડન આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને દ્વીપક્ષીય વાર્તાલાપ કરશે.
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદના હજારો લોકોને ઈ-ચલણ ભરવાનું કહી રૂપિયા ખંખેરતા શખ્સો પર તવાઈ
G20 સમિટ માટે દિલ્હી પહોંચ્યા અમેરિકી પ્રમુખ બાઈડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન જી20 સમિટના માટે ભારત પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી અને બાઈડનના વચ્ચે થોડી જ વારમાં દ્વિપક્ષીય વાર્તા થશે તેવી જાણકારી મળી રહી છે. આ સાથે જ UAEના રાષ્ટ્રપતિ પણ અહીં આવી પહોંચ્યા છે. જુઓ આ વીડિયો
ADVERTISEMENT