પ્રયાગરાજ : ઉમેશપાલ હત્યકાંડમાં મોટો ખુલાસો થયો છે. બરેલી જેલના કેટલાક સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. ઉમેશ પાલની હત્યા પહેલા 11 ફેબ્રુઆરીએ અતીકનો પુત્ર અસદ, ગુડ્ડુ મુસ્લિમ, ઉસ્માન ઉર્ફે વિજય, ગુલામ અને સદાકત જેલમાં બંધ અશરફ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. જેલના એન્ટ્રી ગેટ પર કાળા ચશ્મા લગાવીને અસદ અને તેની પાછળ સફેદ શર્ટ પહેરીને ગુડ્ડુ મુસ્લિમ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, જેલમાં અશરફની સાથે મળીને અસદ સહિત તમામ શૂટર્સે ઉમેશ પાલ હત્યાકાંડનું કાવત્રું રચ્યું હતું. એક પરેશાન કરનારી બાબત એ સામે આવી છે કે, અતીક અહેમદે G 20 સમિટ દરમિયાન ઉમેશ પાલની હત્યાનું કાવત્રું રચ્યું હતું. જો કે કેટલાક શૂટર્સ હજી પણ આ વાતનો ઇન્કાર કરે છે.
ADVERTISEMENT
ત્રણ પ્લાન નિષ્ફળ ગયા બાદ શૂટર્સે ઘર નજીક જ હત્યા કરી
ત્યાર બાદ બીજો પ્લાન પણ એવો હતો કે, પ્રયાગરાજ કચેરીની બહાર ઉમેશની હત્યા કરી દેવામાં આવે, પરંતુ આ પ્લાન પણ નિષ્ફળ થઇ ગયું હતું. ત્યાર બાદ ત્રીજો પ્લાન પ્રયાગરાજમાં ચાર રસ્તા પર ઉમેશની હત્યા કરવાનું હતું, તે પણ નિષ્ફળ થઇ ગયો હતો. ત્રણ પ્લાન ફેલ થયા બાદ શૂટર્સે ઘરથી થોડા અંતર પર ઉમેશની હત્યાનો પ્લાન બનાવ્યો અને તેને અંજામ આપવામાં આવ્યો. ઉમેશપાલની હત્યા દ્વારા અતીક યુપીમાં ફરીથી પોતાની દહેશત ફેલાવવા માંગતો હતો.
અગાઉ ત્રણ પ્લાનિંગ નિષ્ફળ ગયા હતા
પ્રયાગરાજમાં ઘૂમનગંજ વિસ્તારમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેમના 2 સુરક્ષા કર્મચારીઓ સંદીપ નિષાદ અને રાઘવેન્દ્રની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ઉમેશ પાલની હત્ની જયા પાલે અથીક અહેમદ, તેના ભાઇ અશરફ, પત્ની શાઇસ્તા પરવીન, 2 પુત્રો, અતીકના સાથે ગુડ્ડુ મુસ્લિમ, ગુલામ મોહમ્મદ અને 9 અન્ય લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે તપાસ કરીને સમગ્ર મામલે અનેક અન્યોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.
આ મામલે અનેક એન્કાઉન્ટર થઇ ચુક્યા છે
આ મામલે પોલીસ અને શૂટર વચ્ચે પહેલી મુઠભેડ હત્યાકાંડના ત્રીજા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ થઇ હતી. ત્યારે અરબાજ નામના બદમાશને પોલીસે ઠાર માર્યો હતો. આ એન્કાઉન્ટર નેહરૂ પાર્કના જંગલમાં થઇ હતી. તેમાં એખ પોલીસ કર્મચારી પણ ઘાયલ થયો હતો. અરબાઝ તે જ આરોપી હતો જે હત્યા સમયે ક્રેટા કાર ચલાવી રહ્યો હતો. તો અતિકની ખુબ જ નજીકનો હતો અને તેની ગાડી પણ ચલાવતો હતો.
ADVERTISEMENT