ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનએ રમત મંત્રીને કરી કિસ, બંનેની ઈન્ટીમેટ તસવીરો થઈ વાયરલ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું જાહેરમાં એક મહિલાને કિસ કરવી હાલના દિવસોમાં દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. બંનેની ઈન્ટીમેટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જે મહિલાને મેક્રોન ચુંબન કરી રહ્યા છે તે તેમની સરકારમાં રમત મંત્રી હોવા ઉપરાંત ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી પણ રહી ચૂકી છે.

french president emmanuel macrons intimate kiss

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનએ રમત મંત્રીને કરી કિસ

follow google news

French President Emmanuel Macron Kiss: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું જાહેરમાં એક મહિલાને કિસ કરવી હાલના દિવસોમાં દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. બંનેની ઈન્ટીમેટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જે મહિલાને મેક્રોન ચુંબન કરી રહ્યા છે તે તેમની સરકારમાં રમત મંત્રી હોવા ઉપરાંત ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી પણ રહી ચૂકી છે. આ તસવીર ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહની હોવાનું કહેવાય છે. ફોટોમાં જોઈ શકાય છે કે મહિલા અને મેક્રોન એકબીજાને ભેટી રહ્યાં છે. પછી તે ઇમેન્યુઅલ મેક્રોનને તેના કાન નીચે ચુંબન કરી રહી છે.

ફ્રાન્સમાં ચાલી રહેલા ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે કેટલીક તસવીરોએ હલચલ મચાવી દીધી છે. આ તસવીરો ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને દેશના રમત મંત્રી એમેલી ઓડિયા કાસ્ટેરાની છે. પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ રમતગમત મંત્રીને મળ્યા ત્યારે તેમણે ચુંબન કરીને તેમનું સ્વાગત કર્યું હતું. હકીકતમાં, રાષ્ટ્રપતિએ જે આત્મીયતા સાથે તેમના રમત મંત્રીને ચુંબન કર્યું તે માત્ર ફ્રાન્સ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સોશિયલ યૂઝર્સનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આ તસવીરો ખૂબ જોવામાં આવી રહી છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન શુક્રવારે ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં હતા. સમારોહ દરમિયાન, જ્યારે મેક્રોને એમેલીને ચુંબન કર્યું, ત્યારે રમતગમત મંત્રી એમેલી પણ મેક્રોનના ગળા પર હાથ મૂકીને તેને ચુંબન કરતી જોવા મળી હતી. આ દરમિયાન એમેલી એક હાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિનો હાથ પકડેલી જોવા મળે છે. ફ્રાન્સના વડાપ્રધાન ગેબ્રિયલ અટ્ટલ પણ બંનેની નજીક ઉભા છે. તે મેક્રોન અને એમેલીથી દૂર જોતો જોવા મળે છે.

અત્યાર સુધીમાં 43 લાખ લોકોએ જોઈ પોસ્ટ

મેક્રોન અને એમેલી એકબીજાને ચુંબન કરતા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 4.3 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. ફ્રાન્સમાં ચુંબન દ્વારા અભિવાદન કરવું ખૂબ જ સામાન્ય છે, પરંતુ આ ચુંબન ફ્રેન્ચ સોશિયલ મીડિયા યુઝર્સને પણ 'અસહજ' બનાવી દીધું છે. ઘણા સોશિયલ યુઝર્સે તેને 'અશોભનીય' ગણાવ્યું છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'મને આ તસવીર અભદ્ર લાગી છે, તે રાષ્ટ્રપતિ અને મંત્રીને લાયક નથી.'

આ તસવીરને લોકોના ધ્યાન પર લાવવાનું કામ ફ્રેન્ચ મેગેઝિન મેડમ ફિગારોએ કર્યું હતું. ફિગારો એ સૌપ્રથમ ઓડેયા કાસ્ટેરાના ફોટાનું ધ્યાન ખેંચવાના પ્રયાસ તરીકે વર્ણન કર્યું હતું અને લખ્યું હતું કે તે ચોક્કસપણે જાણતી હતી કે લોકો તેના વિશે કેવી રીતે વાત કરશે. જે બાદ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

પેરિસ ઓલિમ્પિક 2024 ગયા અઠવાડિયે શરૂ થઈ. શુક્રવારે ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમની બહાર યોજાયો હતો. પોપ આઈકન લેડી ગાગા, મેટલ બેન્ડ ગોજીઉ, સેલિન ડીયોન અને આયા નાકામુરાએ સમારોહમાં તેમની પ્રતિભા દર્શાવી હતી. આ સમારોહમાં ફ્રાન્સ ઉપરાંત વિશ્વભરના પ્રખ્યાત લોકોએ પણ હાજરી આપી હતી.

    follow whatsapp