દિલ્હીના લોકોને કાલથી નહીં મળે ફ્રી વીજળી? કેજરીવાલ સરકાર-LG વચ્ચેના વિવાદમાં જનતાનો મરો

નવી દિલ્હી: દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ શુક્રવારે કહ્યું કે ‘દિલ્હીના 46 લાખથી વધુ પરિવારોને આવતીકાલથી વીજળી સબસિડી નહીં મળે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ઉપરાજ્યપાલે…

gujarattak
follow google news

નવી દિલ્હી: દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ શુક્રવારે કહ્યું કે ‘દિલ્હીના 46 લાખથી વધુ પરિવારોને આવતીકાલથી વીજળી સબસિડી નહીં મળે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ઉપરાજ્યપાલે વીજળી સબસિડીની ફાઇલ અટકાવી દીધી છે. આતિશીએ કહ્યું કે વીજળી સબસિડી માટેનું બજેટ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ સબસિડી અંગેના કેબિનેટના નિર્ણયની ફાઇલ ઉપરાજ્યપાલ પાસે છે. તેમનું એમ પણ કહેવું છે કે આવી સ્થિતિમાં તેમણે ઉપરાજ્યપાલને મળવા માટે 5 મિનિટનો સમય માંગ્યો હતો, પરંતુ ઉપરાજ્યપાલે 24 કલાક પછી પણ સમય આપ્યો નહોતો.

LG ઓફિસે આરોપોને નિરાધાર બતાવ્યા
સાથે જ એલજી ઓફિસનું કહેવું છે કે ફાઈલ મંજૂર થઈ ગઈ હતી, તેમાં મંત્રીના સ્તરે જ વિલંબ થયો છે. આ સાથે આરોપના પલટવારમાં ઉપરાજ્યપાલની ઓફિસથી કહેવાયું છે કે, એલજી વિરુદ્ધ બિનજરૂરી રાજકારણ અને ખોટા આરોપો લગાવવાથી બચવા બચો. તેમણે ઉર્જા મંત્રી (આતિશી)ના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

4 એપ્રિલ સુધી કેમ નિર્ણય કેમ પેન્ડીંગ રખાયો: એલજી
એલજી ઓફિસ વતી કહેવામાં આવ્યું હતું કે ઉર્જા મંત્રીએ પોતાના ખોટા નિવેદનોથી દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરવી જોઈએ નહીં અને એમ પણ કહ્યું કે, તેમણે અને સીએમ કેજરીવાલે દિલ્હીની જનતાને જવાબ આપવો જોઈએ કે આ અંગેનો નિર્ણય 4 એપ્રિલ સુધી કેમ પેન્ડિંગ રાખવામાં આવ્યો, જ્યારે અંતિમ તારીખ 15 એપ્રિલ હતી? આ સાથે એ પણ જણાવો કે એલજીને 11મી એપ્રિલે જ ફાઇલ કેમ મોકલવામાં આવી હતી અને એલજીએ ફાઇલ મંજૂર કરી હતી ત્યારે 13મી એપ્રિલે પત્ર લખીને આજે પત્રકાર પરિષદ યોજીને નાટક કરવાની શું જરૂર હતી? એલજી ઓફિસનું કહેવું છે કે ફાઈલ મંજૂર થઈ ગઈ છે, માત્ર મંત્રી તરફથી વિલંબ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે મંત્રી આતિષીએ દાવો કર્યો છે કે આ ફાઇલ એલજી ઓફિસને મોકલવામાં આવી હતી અને ફાઇલ એલજી ઓફિસ દ્વારા રાખવામાં આવી છે. જ્યાં સુધી તે ફાઇલ LG ઓફિસમાંથી ન આવે ત્યાં સુધી ચૂંટાયેલી સરકાર સબસિડી ફંડ બહાર પાડી શકે નહીં. અરવિંદ કેજરીવાલ સરકાર પાસે પૈસા છે, જેને દિલ્હી વિધાનસભાએ પાસ પણ કરી દીધા છે અને કેબિનેટના નિર્ણય છતાં દિલ્હીમાં વીજળી સબસિડી બંધ થઈ જશે.

5 મિનિટનો સમય માગ્યો તે પણ ન આપી શક્યા એલજી: આતિશી
આતિશીએ વધુમાં કહ્યું કે, ગઈ કાલે સવારે મને દિલ્હીની વીજળી કંપની તરફથી એક પત્ર મળ્યો હતો. ટાટા પાવર અને BSES બંનેના ડિસ્કોમે પત્રો લખ્યા છે જેમાં જણાવ્યું છે કે તેઓને આવતા વર્ષ માટે સબસિડીની કોઈ માહિતી મળી નથી, તેથી તેઓ આજથી સામાન્ય બિલિંગ એટલે કે નોન-સબસિડી બિલિંગ શરૂ કરશે. પહેલો પત્ર મારી પાસે આવતાની સાથે જ મેં ઉપ રાજ્યપાલની ઓફિસમાં મળવા માટે સમય માંગ્યો કારણ કે આ એક એવો મુદ્દો છે જે દિલ્હીમાં મુશ્કેલી સર્જશે. એલજી ઓફિસમાં તાત્કાલિક મુદ્દા પર મીટિંગ માટે મેસેજ મોકલવામાં આવ્યો છે અને મને LG તરફથી માત્ર 5 મિનિટનો સમય જોઈએ છે. પરંતુ તાકીદની મીટીંગ માટે મોકલવામાં આવેલ સંદેશને 24 કલાક વીતી જવા છતાં પણ લેફ્ટનન્ટ ગવર્નર ચૂંટાયેલી સરકારના મંત્રીને સમય આપી શક્યા નથી.

એલજીને ફાઈલ મોકલવાની અપીલ કરી
આતિશીએ જણાવ્યું કે દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા હજુ સુધી વીજળી સબસિડી સંબંધિત ફાઇલ ચૂંટાયેલી સરકારને મોકલવામાં આવી નથી. પરિણામે, દિલ્હીની ત્રણેય વીજળી કંપનીઓનું સામાન્ય બિલિંગ આજથી શરૂ થશે અને આવતીકાલથી દિલ્હીના લોકોને મફત વીજળી નહીં મળે. આતિશીએ કહ્યું કે કારણ કે દિલ્હીના એલજી મને મળવા માટે સમય નથી આપી રહ્યા. હું મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને મફત વીજળી સબસિડીની ફાઇલ પાસ કરીને ચૂંટાયેલી સરકારને મોકલવા વિનંતી કરવા માંગુ છું.

    follow whatsapp