ઓડિશામાં મોટી બેદરકારી! એક જ પાટા પર આવી ગઈ 4 ટ્રેન, જુઓ વીડિયો

ઓડિશાના ભુવનેશ્વરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં લિંગરાજ સ્ટેશન પર એક જ ટ્રેક પર ચાર ટ્રેન આવી હતી, જે બાદ હંડકંપ મચી ગયો હતો. સારી વાત એ છે કે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ટ્રેન પાટા પર ઉભી છે અને તેની પાછળ ધીમે ધીમે ત્રણ ટ્રેન આવી રહી છે.

લિંગરાજ રેલવે સ્ટેશન

lingaraj station

follow google news

Lingaraj Railway Station : ઓડિશાના ભુવનેશ્વરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં લિંગરાજ સ્ટેશન પર એક જ ટ્રેક પર ચાર ટ્રેન આવી હતી, જે બાદ હંડકંપ મચી ગયો હતો. સારી વાત એ છે કે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ટ્રેન પાટા પર ઉભી છે અને તેની પાછળ ધીમે ધીમે ત્રણ ટ્રેન આવી રહી છે.

એક ટ્રેક પર ચાર ટ્રેન આવી

આ પહેલા ભુવનેશ્વરમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી હતી. ભુવનેશ્વરમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. આમાં પણ કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે 2 જૂને ઓડિશાના બાલેશ્વર (બાલાસોર)માં થયેલી ટ્રેન દુર્ઘટનામાં 296 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 1200 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે, ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ 7 જુલાઈના રોજ ત્રણ રેલવે અધિકારીઓની ધરપકડ કરી હતી. હવે તેમની સામે સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

    follow whatsapp