આખી કારને ગોળીઓથી વીંધી નાખી, બંને જૂથના 2-2 'દબંગ'ના મોત, ગુરદાસપુરની હચમચાવી દેનારી ઘટના

પંજાબના ગુરદાસપુર જિલ્લામાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. એકબીજા પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા.

Punjab crime

ગુરદાસપુરમાં કાર પર ફાયરિંગ

follow google news

Punjab Crime : પંજાબના ગુરદાસપુર જિલ્લામાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. એકબીજા પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, ગોળીબારમાં બંને જૂથના બે-બે લોકોના મોત થયા છે. ઘટના સમયે બંને જૂથના કુલ 13 લોકો ઘટના સ્થળે હાજર હતા.

આઠ લોકોની હાલત હજુ નાજુક

પોલીસે જણાવ્યું કે, આ ઘટના રવિવારે રાત્રે બટાલાના વિથવાન ગામમાં બની હતી. ફાયરિંગની આ ઘટનામાં આઠ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ બનાવ અંગે પોલીસે એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સિરસાએ ભગવંત માન પર નિશાન સાધ્યું

આ ઘટનાને લઈને પંજાબમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ આ ઘટનાને લઈને પંજાબની ભગવંત માન સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘાતકી ઘટના કાયદો અને વ્યવસ્થા જાળવવામાં AAP સરકારની વધુ એક નિષ્ફળતા દર્શાવે છે.

સિરસાએ 'X' પર લખ્યું, "બટાલાના વિથવાન ગામમાં હરીફ જૂથો વચ્ચે ચાલી રહેલા ઝઘડાને કારણે ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘાતકી ઘટના કાયદો અને વ્યવસ્થા જાળવવામાં AAP સરકારની વધુ એક નિષ્ફળતા દર્શાવે છે. જ્યારથી આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે ત્યારથી પંજાબ નો મેન લેન્ડ જેવું લાગે છે. તેમણે સીએમ ભગવંત માનને પૂછ્યું કે આખરે કાર્યવાહી થાય તે પહેલા હજુ કેટલા લોકોના જીવ જશે?

    follow whatsapp