પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પુત્રવધૂ અને એચડી રેવન્નાની પત્ની ભવાની રેવન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભવાની રેવન્ના એક બાઈક સવાર સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાઈક સવારે તેમની કારને ટક્કર મારી હતી. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ ભવાની રેવન્નાની ટીકા કરી રહ્યા છે.
ADVERTISEMENT
ભવાની રેવન્નાનો વીડિયો વાયરલ
વીડિયોમાં ભવાની રેવન્ના બાઈક સવારને કહેતા જોવા મળી રહ્યા છે કે તેમની કારને નુકસાન પહોંચાડવાને બદલે તે બસની નીચે જઈને મરી જાય. એટલું જ નહીં તેઓ ત્યાં હાજર લોકો પર પણ પોતાનો ગુસ્સો ઠાલવતા જોવા મળી રહ્યા છે. તેઓ કહે છે કે તેમની કારની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. તેઓ પૂછે છે કે તેમની કારને થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરશે? એટલું જ નહીં ભવાની રેવન્ના કહે છે કે, તેમની 1.5 કરોડ રૂપિયાની કારને નુકસાન થયું છે, છતાં સ્થાનિક લોકોને બાઈક સવારની સુરક્ષાને લઈને ચિંતા છે.
ડ્રાઈવરે બાઈક સવારે નોંધાવ્યો ગુનો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જેડીએસ નેતા ભવાની રેવન્નાની કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ પછી ભવાની રેવન્નાના ડ્રાઈવર મંજુનાથે બાઈક સવાર શિવન્ના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટક્કર મારનાર બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૈસુર જિલ્લાના સાલીગ્રામા પોલીસ સ્ટેશનમાં સીઆરપીસીની કલમ 157 હેઠળ બાઈક સવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ADVERTISEMENT