ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની ધપરકડ એવા સમયે થયે છે, જ્યારે હાલમાં જ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અધિકારી મેજર જનરલ ફૈસલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
ADVERTISEMENT
ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે મેજર જનરલ ફૈસલ નસીર તેમની હત્યા કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈમરાનના આ નિવેદન માટે પાકિસ્તાની સેનાએ તેમને ફટકાર લગાવી હતી.
પાકિસ્તાની મીડિયા મુજબ, ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહાર રેન્જર્સ દ્વારા અલ-કાદિર ટ્રસ્ટ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. અહીં ઈમરાન ખાન પોતાના વિરુદ્ધ નોંધાયેલા કેસમાં જામીન લેવા માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT