નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડના પૂર્વ વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને (Jacinda Ardern) પોતાના લોંગ ટર્મ પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડ (Clarke Gayford) સાથે શનિવારે લગ્ન કર્યા. જેસિંડાએ ખુબ જ અંગત સમારોહમાં પોતાના લગ્ન આટોપ્યા હતા. જેસિંડા (43) ગેફોર્ડ (47) સાથે 2019 ના મે મહિનામાં સગાઇ કરી હતી. બંન્ને લગ્ન 2022 ની શરૂઆતમાં થવાની હતી. જો કે કોરોનાના કારણે કડક પ્રોટોકોલને ધ્યાને રાખીને લગ્ન નહોતા થઇ શક્યા. સમગ્ર દેશમાં કડક પ્રતિબંધો લાગુ હતા. જેના કારણે જેસિંડાએ પોતાના લગ્નને સ્થગિત કરી દીધા હતા.
ADVERTISEMENT
કોરોનાને કારણે પોતાના લગ્ન રદ્દ કરી દીધા હતા
આ દરમિયાન જેસિંડાએ કહ્યું હતું કે, જીવન આવું જ હોય છે. હું સાહસની સાથે કહી શકુ છું કે, હું હજારો ન્યૂઝીલેન્ડના નાગરિકોથી અલગ નથી. આ લગ્ન ન્યૂઝીલેન્ડ રાજધાની વેલિંગ્ટનમાં નોર્થ આઇલેન્ડમાં હોક બે પર થયા. લગ્નની તસ્વીરોમાં અર્ડનને સફેદ રંગની હોલ્ડર નેક ડ્રેસ પહેરેલા જોઇ શકાય છે. સાથે જ ગેફોર્ડે કાળા રંગનો સુટ પહેરેલો હતો. લગ્નમાં 50 થી 75 વધારે અતિથિ હાજર હતા. દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ પીએમ ક્રિસ હિપકિન્સ પણ હતા.
માત્ર 37 ની ઉંમરે બન્યા હતા પીએમ
જેસિંડા માત્ર 37 વર્ષની ઉંમરમાં 2017 માં ન્યૂઝીલેન્ડના પીએમ બન્યા હતા. તેઓ જોત જોતામાં પોતાના કામકાજ અંગે ગ્લોબલ આઇકોન બની ગઇ હતી. ન્યૂઝીલેન્ડના ઇતિહાસની સૌથી ભયાનક ગોળીકાંડ અને કોરોનાને પહોંચીવળવા માટે અર્ડર્નની સમગ્ર વિશ્વનમાં સરાહના થઇ હતી. તેઓ વર્ષ 2018 માં પદ પર રહેતા બાળકને જન્મ આપનારા બીજા નિર્વાચિત નેતા હતા. તે પોતાની નવજાત પુત્રીને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં લઇને ગયા હતા. તેને વર્કિંગ વિમન માટે એક મિસાલ તરીકે જોઇ ગયા હતા.
ADVERTISEMENT