આ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને મળશે 50 હજાર રૂપિયાનું પેન્શન, જાણો પહેલા કેટલું મળતું

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે પૂર્વ ધારાસભ્યોને 50,000 રૂપિયાનું લઘુત્તમ માસિક પેન્શન આપવાની જાહેરાત કરી છે. તમાંગે શનિવારે સિક્કિમના પૂર્વ ધારાસભ્ય સંઘ (FLFS)ના 22માં સ્થાપના દિવસે આ જાહેરાત કરી.

Sikkim

પૂર્વ ધારાસભ્યોને મહિને 50 હજારનું પેન્શન

follow google news

Sikkim: સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે પૂર્વ ધારાસભ્યોને 50,000 રૂપિયાનું લઘુત્તમ માસિક પેન્શન આપવાની જાહેરાત કરી છે. તમાંગે શનિવારે સિક્કિમના પૂર્વ ધારાસભ્ય સંઘ (FLFS)ના 22માં સ્થાપના દિવસે આ જાહેરાત કરી. 

દર મહિને અપાશે 50 હજારનું પેન્શન 

તેમણે કહ્યું કે, ધારાસભ્ય તરીકે એક ટર્મ સુધી સેવા આપી ચૂકેલા પૂર્વ ધારાસભ્યોને હવે 50,000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. અત્યારે તેમને 22 હજાર રૂપિયાનું માસિક પેન્શન મળી રહ્યું છે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે, ધારાસભ્ય તરીકે બે ટર્મ અથવા તેનાથી વધુ સમય સુધી સેવા આપી ચૂકેલા પૂર્વ ધારાસભ્યોને હવે 25 હજારને બદલે 55 હજારનું દર મહિને પેન્શન મળશે. 

પૂર્વ ધારાસભ્ય સંઘને અપાશે વર્ષે 20 લાખ રૂપિયા

મુખ્યમંત્રીએ એ પણ જાહેરાત કરી કે સિક્કિમ સરકાર સિક્કિમના પૂર્વ ધારાસભ્ય સંઘને 20 લાખ રૂપિયાની વાર્ષિક અનુદાન સહાય પૂરી પાડશે. તેમણે કહ્યું કે આ ફંડ ભૂતપૂર્વ ધારાસભ્યોની કટોકટી અને તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમની મદદ કરવા માટે છે.

દરેક રાજ્યોમાં અલગ-અલગ નિયમ

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યોના પેન્શનને લઈને અલગ-અલગ રાજ્યમાં વ્યવસ્થા અલગ-અલગ છે. પૂર્વ ધારાસભ્યોને ઉત્તર પ્રદેશમાં 25 હજાર રૂપિયા અને 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા પર દર વર્ષે 2 હજાર રૂપિયાના વધારા સાથે પેન્શન આપવામાં આવે છે. પૂર્વ ધારાસભ્યના અવસાન બાદ તેમના પત્નીને 10 હજાર રૂપિયાનું પેન્શન આપવાની વ્યવસ્થા છે. 
 

    follow whatsapp