લખનઉ : પ્રતાપગઢમાં સમાજવાદી પાર્ટીની પ્રશિક્ષણ શિબિરના કાર્યક્રમમાં એક ખુબ જ આઘાતજનક ઘટના બની હતી. પ્રશિક્ષણ શિબિર પહેલા અખિલેશ યાદવને પીડબલ્યૂડીના ડાક બંગલે પૂર્વ ધારાસભ્ય શ્યાદ અલી તેમને મળવા પહોંચ્યા હતા. જો કે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
ADVERTISEMENT
જેથી તેઓ અખિલેશ યાદવની સામે જ ઢળી પડ્યા હતા. તેમને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમાં સમાજવાદીઓમાં શોકની લહેર જોવા મળી છે. ઘટના બાદ તત્કાલ અખિલેશ યાદવ હવે શ્યાદ અલીના પરિવારના લોકોને મળવા હોસ્પિટલ જાય તેવી શક્યતા છે.
પ્રતાપગઢમાં સમાજવાદી પાર્ટીની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે
પ્રતાપગઢમાં સપાની બે દિવસીય પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. જેના પહેલા દિવસે શિવપાલ સહિત સપાના તમામ નેતાઓ પહોંચ્યા હતા. આ સમાપન ગરૂવારે થવાનું છે. સમાપન સમારોહમાં ભાગ લેવા માટે સપા પ્રમુખ અખિલેશ યાદવ પહોંચ્યા હતા. બુધવારે સાંજે સાડા ચાર વાગ્યે અખિલેશ યાદવ પીડબલ્યુડીના ડાકબંગ્લા ખાતે પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત પ્રદેશ અધ્યક્ષ, સ્થાનિક ધારાસભ્યો અને પદાધિકારીઓએ કર્યું હતું. ત્યાર બાદ સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
અખિલેશ યાદવને મળવા માટે પહોંચ્યા હતા પૂર્વ ધારાસભ્ય
અખિલેશ સાથે મુલાકાત કરવા માટે પૂર્વ ધારાસભ્ય શ્યાદ અલી પણ ડાકબંગ્લા ખાતે પહોંચ્યા હતા. જો કે નેતાજીને મળે તે પહેલા જ અચાનક તેમની છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને અચાનક તેઓ ઢળી પડ્યા હતા. જેથી રાનીગંજ ધારાસભ્ય આર.કે વર્મા અને અન્ય નેતાઓએ શ્યાદ અલીને ઉઠાવ્યા અને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. પૂર્વ ધારાસભ્યના મોતના સમાચાર મળતા સમર્થકો અને સપા નેતાઓમાં શોકની લહેર દોડી ગઇ હતી.
કોણ છે શ્યાદ અલી?
શ્યાદ અલી વર્ષ 1991 માં પ્રતાપગઢની બીરાપુર વિધાનસભા સીટના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ મુળરીતે બેલખરનાથધામ બ્લોકના ચોખડા ગામના રહેવાસી હતા પરંતુ શહેરના અચલપુર મોહલ્લામાં રહે છે.
ADVERTISEMENT