Assembly Elections 2023 : દેશના ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યા છે. ચૂંટણીમાં જો કે કેટલાક ઉમેદવારો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો પૂર્વ IAS અધિકારીનું નામ પણ ચર્ચાનું કારણ બન્યું છે. 22 વર્ષની ઉંમરમાં IAS બની ચુકેલા ઓપી ચૌધરી અમિત શાહના ખુબ જ નજીકના નેતા માનવામાં આવે છે. છત્તીસગઢમાં પૂર્વ IAS અધિકારીને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
કોણ છે ઓ.પી ચૌધરી?
ઓ.પી ચૌધરીના પિતા દીનાનાથ ચૌધરી એક શિક્ષક હતા. ઓપી ચૌધરી 7 વર્ષના હતા અને તેમના પિતાનું અવસાન થઇ ગયું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ તેમના ગામમાં જ થયો હતો. ભિલાઇમાંથી ગ્રેજ્યુએશન પુર્ણ કર્યા પછી સિવિલ સર્વિસની તૈયારીઓ શરૂ કરી. ચૌધરી પહેલા જ ટ્રાયલમાં UPSC ની પરીક્ષા પાસ કરી હતી. ઓપી રાયપુરના કલેક્ટર રહી ચુક્યા છે. 2018 માં તેઓ ખરસિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઓપી ચૌધરીના નામે અનેક સિદ્ધિઓ
ઓપી ચૌધરી રાયગઢ જિલ્લાના બાયંગ ગામના રહેવાસી છે. આ જિલ્લામાં પહેલીવાર કોઇ વ્યક્તિ IAS બન્યાનું ગૌરવ તેમને મળ્યું. 13 વર્ષની પોતાની કારકિર્દીમાં તેઓએ છત્તીસગઢમાં અનેક યોજનાઓ પર કામ કર્યું. જેપી રાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર બન્યા હતા. તેમને અનેક બાળકોને પણ પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત અને ઉત્સાહિત કર્યા હતા. કલેક્ટર તરીકે નિયુક્ત થયા બાદ તેઓએ નક્સલ પ્રભાવિત વિસ્તારને એજ્યુકેશન હબમાં પરિવર્તિત કર્યું હતું. જેના માટે પીએમ દ્વારા 2011-12 માં શ્રેષ્ઠતા પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
ક્યારે રાજકારણમાં સક્રિય થયા?
IAS અધિકારી ઓપી ચૌધરીના જણાવ્યા અનુસાર તેઓ હંમેશા જમીન સાથે જોડાયા હતા. સમાજના વિકાસ માટે પ્રયાસ કરતા હતા. 2005 બેચના IAS અધિકારીએ 13 વર્ષ સુધી સેવા આપ્યા બાદ કલેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું. અમિત શાહના પણ તેઓ ખાસ માનવામાં આવે છે.
ADVERTISEMENT