નીતિન પટેલે જાહેરમાં કાઢ્યો બળાપો, કહ્યું- આજકાલના આવેલા અમને શીખવાડે છે

Loksabha Election 2024: મહેસાણાના કડી ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજકીય દીવાદાંસ્પદ નિવેદન આપ્યા જેને કારણે રાજકારણ ગરમે શકે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં કહ્યું કે, અમે તો જુના છીએ ઘરનો શીરો બહાર ખીચડી જેવો લાગે અને પારકાની ગધાતી ખીચડી માવા જેવી લાગે.

 નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢ્યો

Loksabha Election 2024

follow google news

Loksabha Election 2024: મહેસાણાના કડી ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજકીય દીવાદાંસ્પદ નિવેદન આપ્યા જેને કારણે રાજકારણ ગરમે શકે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં કહ્યું કે, અમે તો જુના છીએ ઘરનો શીરો બહાર ખીચડી જેવો લાગે અને પારકાની ગધાતી ખીચડી માવા જેવી લાગે. 

 નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢ્યો

નીતિન પટેલે આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે મેં ચૂંટણી સમયે કહ્યું કે,ભરતને કંઈક મદદ કરો તો તેમને કહ્યું કે ભરત ના ચાલે.. બોલો ભરત કેમ ના ચાલે ? તમે આજકાલના આવેલા અને આજકાલના કડીમાં આવતા જતા થયા. કડી શું છે તમને ખબર નથી અને તમે અમને શિખામણ આપશો. કડીનો કયો કાર્યકર ક્યાં ચાલે તે અમને ખબર હોય. અને તેમાં પણ મારા જેટલી ખબર તો કોઈને નહીં હોય. તટસ્થતાથી જોવાનું અને કોઈની ચમચા ગીરી નહીં કરાવવાની. કોઈના એને નહીં કરી આપવાના. નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રજા મારી સાથે છે મારે કંઈ લેવાનું નથી કે કોઈ ચૂંટણીમાં ઊભું રહેવાનું નથી. હું કોઈ ઉમેદવાર નથી. હું ભાષણ આપું છું તે માટે તમે એવું ના સમજતા કે હું ચૂંટણીમાં ઉભો રહેવાનો છું.. આ ભરતભાઈ નીચે બેઠા છે જે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે અને તેઓ નીચે જમીન ઉપર બેઠા છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કર્યો કટાક્ષ

માત્ર કડીમાં જ નહીં પરંતુ ગુજરાતમાં વિકાસ થયો હોવાનું કેહેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ઘરનો શીરો બહાર ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાતી ખીચડી માવા જેવી લાગે તે લોકોને હું આ કહી રહ્યો છું.રાજકીય કટાક્ષ કરતાં તેમને કહ્યું હતું કે નડનારા આજે પણ મળી રહ્યા છે પાછળ વાળા બદલાય, આગળ જઈને ખોટું કરનારા બદલાય પરંતુ સાચું હંમેશા આપણી પડખે રહ્યું છે. મોટેભાગે મારા મનમાં કંઈ ન હોય પણ કોઈ પકડાઈ દે. પરંતુ ભગવાને આપણને બુદ્ધિ આપી છે તો પહેલા આપણે તે તપાસવું જોઈએ અને પછી આગળ વધવું જોઈએ. કોકની જમીન પચાવવામાં કોઈ મારો ઉપયોગ કરવા માગતું હોય અને હું મદદરૂપ ના થયો હોઉ તેવા લોકોના ચીઠ્ઠા લઈને ફરતા હોય તેવું મારું માનવું છે. હું કશું નહોતું ત્યારનો છું આજે તો ભરતી મેળો ચાલે છે આવો આવો.. બધું નાખી નાખીને આવે છે લોકો કોંગ્રેસમાંથી. અમે જ્યારે બધા લડતા હતા. માર ખાઈ ખાઈને મરી ગયા. ગોકુલને તો પોલીસે એવો મારે લો અને હું ત્યાં ગયો હતો.

(બાઈલાઇન:- કામિની આચાર્ય, મહેસાણા)
 

    follow whatsapp