અમદાવાદ : સમગ્ર રાજ્યમાં વરસાદની તોફાની બેટિંગનો એક રાઉન્ડ પુર્ણ થઇ ચુક્યો છે. મેઘરાજાએ થોડા દિવસો માટે ખમૈયા કર્યા છે. જો કે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં નવી સર્કુલેશન સિસ્ટમ સક્રિય તઇ છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ગુરૂવારથી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ પ્રારંભ થવાની શક્યતા છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના અનુસાર 6 જુલાઇથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. પ્રાથમિક તબક્કે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે. નવી સિસ્ટમ સક્રિય થવાની 7 જુલાઇ બાદ ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 દિવસમાં વરસાદની આઘાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 6 તારીખથી વરસાદનું જોર વધશે.
હવામાન વિભાગના અનુસાર આગામી 6 જુલાઇએ અમરેલી, જુનાગઢ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ પડી શકે છે. 7 જુલાઇએ અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીરસોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુસાર પવનની ગતિ અચાનક વધી જશે. જેના કારણે માછીમારોને 4થી7 જુલાઇ સુધી દરિયો ખેડવા માટે અપીલ કરવામાં આવી છે.
કેટલાક હવામાન નિષ્ણાંતોના અનુસાર રાજ્યમાં બે તબક્કામાં વરસાદ વરસી શકે છે. 7થી15 જુલાઇ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યાર બાદ 25 જુલાઇથી 8 ઓગસ્ટ સુધી ફરી એકવાર વરસાદ વરસશે. ચોમાસાની આ સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધારે 16 ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 15.3 ઇંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT