નવી દિલ્હી : બ્રાજિલિયન ફુટબોલર સ્ટાર પેલેનું 82 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. તેમની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પેલેસને વિશ્વના સૌથી મહાન ફુટબોલરમાં ગણવામાં આવે છે. તેઓ ગત્ત થોડા સમયથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. 20 મી સદીના મહાન ફુટબોલર પેલેને કોલન કેંસર હતું. પેલેની પુત્રી કેલિ નૈસિમેંટોએ ઇંસ્ટાગ્રામ પર નિધનની માહિતી આપતા લખ્યું હતું કે, અમે જે કાંઇ પણ છીએ, તેઓ તમારા જ કારણે છીએ. અમે તમને ખુબ જ પ્રેમ કરીએ છીએ. રેસ્ટ ઇન પીસ. અત્રે ઉલ્લેખનીય છે કે, પેલેનું 2021 માં ટ્યુમર કાઢવામાં આવ્યું હતું અને ત્યારથી તેઓ કિમોથેરાલી લઇ રહ્યા હતા.
ADVERTISEMENT
લિયોનલ મેસીને પણ શુભકામનાઓ પાઠવી હતી
થોડા દિવસો પહેલા જ બ્રાઝીલના મહાન ફુટબોલર પેલેએ આર્જેન્ટિનાના લિયોનલ મેસીને વિશ્વ કપ જીતવાની શુભકામના આપી હતી. સાથે જ તેમણે ફ્રાંસના કિલિયન એમ્બાપેને પણ ફાઇનલમાં હૈટ્રિક બનાવવા માટે શુભકામનાઓ આપી હતી. એક ખેલાડી તરીકે રિકોર્ડ ત્રણ વખત વર્લ્ડ કપ જીતનાર પેલેને શ્વાસ સંબંધિત સમસ્યાઓ હતી. જેની સારવાર ચાલી રહી હતી.
ફુટબોલમાં ખુબ જ નાની ઉંમરે શરૂઆત કરી
ફુટબોલના ખેલાડી તરીકે તેમની કારકિર્દી ખુબ જ નાની ઉંમરે શરૂ થઇ હતી. પેલેએ 15 વર્ષની ઉંમરમાં સાંસોત તરફથી ફુટબોલની શરૂઆત કરી અને 16 ની ઉંમરે બ્રાજીલની નેશનલ ટીમમાં પેલે જોડાઇ ગયા હતા.
પેલેના નામે આટલા રેકોર્ડ છે…
?? The one & only Pelé
⚽️ 1279 goals
? 3 FIFA World Cups
? 6 Brazilian league titles
? 2 Copa Libertadores
?️ FIFA Player of the Century
?️ TIME 100 Most Important people of the century
?️ The GOAT&Trailblazer
પેલેના નામે અનેક રેકોર્ડ છે. તેમણે પોતાની કારકિર્દીમાં 1279 ગોલ ફટકાર્યા તો બીજી તરફ 3 ફીફા વર્લ્ડ કપ જીતવામાં તેઓ સફળ રહ્યા. આ ઉપરાંત પેલેએ 6 બ્રાજીલિયન લીગ ખિતાબ પોતાને નામે કર્યા હતા.
વિશ્વના સૌથી લેજેન્ડ ખેલાડી તરીકેની ખ્યાતી
વિશ્વના બેસ્ટ ફુટબોલ ખેલાડીઓમાં તેની ગણત્રી કરવામાં આવતા પેલેએ પોતાના કરિયરના 1366 મેચોમાં કુલ 1281 ગોલ ફટકાર્યા હતા. તેમનો ગોલ સરેરાશ 0.94 પ્રતિ મેચ હતો. જેને ફુટબોલ જગતમાં બેહતરીન માનવામાં આવે છે. તેઓ વિશ્વના એકમાત્ર ફુટબોલ ખેલાડી હતા, જેમણે 3 વખત વર્લ્ડકપ જીત્યો.
ADVERTISEMENT