ફ્લાઇંગ કોફીન MIG-21 ને એરફોર્સમાંથી સસન્માન વિદાય, ફ્લીટના તમામ પ્લેન ગ્રાઉન્ડ કરાયા

નવી દિલ્હી : ભારતીય વાયુસેના દ્વારા ઉડ્યન દરમિયાન સતત દુર્ઘટનાઓનો શિકાર બની રહેલા મિગ-21 વિમાનોના સમગ્ર ફ્લીટને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યો છે. સરકારી સુત્રોના અનુસાર…

gujarattak
follow google news

નવી દિલ્હી : ભારતીય વાયુસેના દ્વારા ઉડ્યન દરમિયાન સતત દુર્ઘટનાઓનો શિકાર બની રહેલા મિગ-21 વિમાનોના સમગ્ર ફ્લીટને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યો છે. સરકારી સુત્રોના અનુસાર 21 મેના રોજ રાજસ્થાનમાં થયેલા મિગ 21 ક્રેશની તપાસ હજી પણ ચાલી રહી હોવાના મિગ-8 ફાઇટર જેટ વિમાનના ઉડ્યન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમના અનુસાર તપાસ હાલ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, વિમાનના ત્રણ સ્કવોડ્રન ઉડ્યન કરશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, આને એરફોર્સના પાયલોટ અને નિષ્ણાંતો ફ્લાઇંગ કોફીન કહેવા લાગ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મીગ-21 એક ખુબ જ જુનુ પ્લેન છે. મિગ વેરિયન્ટનો પ્રથમ કાફલો 1963 માં ભારતીય વાયુસેનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદના દાયકાઓમાં ભારતે કુલ 700 મિગ વેરિઅન્ટના અલગ અલગ પ્લેન ખરીદ્યા હતા. ભારતની એક સમયે ખુબ જ મજબુત વિંગ ગણાતું મિગ હવે ખુબ જ ઘરડું થઇ ચુક્યું છે. જેના અંતર્ગત હવે સંરક્ષણ મંત્રાલય દ્વારા ગત્ત વર્ષે ફેબ્રુઆરીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મદદથી તેજસ વિમાન વિકસાવ્યા હતા. હાલ 83 તેજસ ફાઇટર જેટ ખરીદવા માટે 48 હજાર કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો.

1963 થી ભારતીય એરફોર્સ સાથે ઇન્ડીયન એરફોર્સમાં સામેલ થયા બાદ મિગ 21 ને 400 થી વધારે અકસ્માત થયા છે. જે પૈકી મોટા ભાગના કિસ્સાઓમાં પાયલોટે શહીદી વહોરી હતી. આઇએએફમાં મિગ-21 સ્કવોડ્રન કાર્યરત છે. તમામને 2025 ની શરૂઆતમાં તબક્કાવાર બહાર કાઢવામાં આવશે. તેજસ અને રાફેલ જેવા જરૂરિયાત અનુસારના પ્લેનને કાફલામાં સમાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એરફોર્સ દ્વારા લાંબા સમયથી એટેકિંગ એરક્રાફ્ટની માગ કરવામાં આવી રહી હતી.

    follow whatsapp