નવી દિલ્હી : હરિયાણાના ગુરુગ્રામમાં 40 લાખ રૂપિયાની કારમાં આવેલા ચોરોએ ચોકડી પર શણગારેલા 400 રૂપિયાના છોડની ચોરી કરી હતી. G20 સમિટમાં શહેરને સુશોભિત કરવા માટે આ છોડના પોટ્સ મૂકવામાં આવ્યા હતા. ચોરોની લક્ઝરી કારનો નંબર પણ VIP છે. ચોરીનો વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હરિયાણાના ગુડગાંવમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 40 લાખ રૂપિયાની કારમાં સવાર એક વ્યક્તિ તેના ડ્રાઈવર સાથે ફૂટપાથ પર રાખેલા છોડની ચોરી કરીને તેને કારમાં રાખતો જોવા મળ્યો હતો. ભાજપના પ્રવક્તા રમણ મલિકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેનો વીડિયો ટ્વીટ કરીને કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે ગુરુગ્રામ પ્રશાસનથી લઈને સીએમઓ સુધીની દરેક વસ્તુને ટેગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ધનવાન લોકો એક સામાન્ય છોડની ચોરી કરતા ટ્વીટરમાં ટ્રેન્ડ ચાલ્યો
હરિયાણાના ગુરૂગ્રામમાં 40 લાખની કારથી આવેલા ચોરોએ ચાર રસ્તા પર સજે 400 રૂપિયાના છોડવાની ચોરી કરી હતી. આ છોડવાના કુંડા G20 સમ્મેલન માટે શહેર સજાવવા માટે મુક્યા હતા. ચોર લક્ઝરી કારમાં આવ્યા જેનો નંબર પણ VIP છે. ચોરીનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. 1 મિનિટ 7 સેકન્ડના વાયરલ વીડિયો ગુરૂગ્રામના શંકર ચોકનો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, એખ કાર આવીને રોકાય છે. ગાડીમાંથી બે વ્યક્તિઓ ઉતરે છે. ચાર રસ્તા પર સજાવટ માટે મુકાયેલા ખાસ પ્રકારના છોડવાના કુંડા ઉઠાવીને ગાડીની ડીક્કીમાં મુકે છે. વીડિયોમાં છોડવા ચોરનારા વ્યક્તિનો ચહેરો પણ સ્પષ્ટ જોઇ શકાય છે.
40 લાખની ગાડીમાં આવીને ફુલછોડની ચોરી કરી
છોડવા ડિક્કીમાં મુક્યા બાદ ગાડીનો ચાલક ચાલતી પકડે છે. વીડિયોમાં ગાડીનો VIP ફણ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. જો કે હજી સુધી કુંડા ચોરની ઓળખ થઇ શકી નથી. હરિયાણા ભાજપના પ્રવક્તા રમન મલિકે આ વીડિયો શેર કર્યો. તેમણે ગુરૂગ્રામ પોલીસ તંત્ર અને હરિયાણા મુખ્યમંત્રી ઓફીસથી કાર્યવાહીની અપીલ કરી છે. મલિકે લખ્યું કે, આ વ્યક્તિ 40 લાખની કારમાં આવ્યો અને G20 સમ્મેલન માટે આવેલા છોડવાની ચોરી કરે છે. ધોળા દિવસે છોડવાની લૂંટ ખુબ જ શરમજનક છે.
ગુરૂગ્રામમાં G20 સમ્મેલનની જોરશોરમાં ચાલી રહી છે તૈયારી
ગુરૂગ્રામમાં G20 સમ્મેલનની તૈયારીઓ ગત્ત અનેક સમયથી જોરશોરથી ચાલી રહી છે. તેમાં વિદેશથી આવનારા મહેમાનોને ઇમ્પ્રેસ કરવા માટે શહેર સજાવવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર બંન્ને તરફ ફુટપાથ પર ખાસ પ્રકારના છોડવા પણ લગાવવામાં આવી રહ્યા છે. જેના કારણે શહેરની સુંદરતા વધારવા માટે મુકવામાં આવ્યા છે.
ADVERTISEMENT