લખનઉ : ઉત્તરપ્રદેશમાં આયોજીત થનારા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પહેલા મુખ્યમંત્રી આવાસથી આઇજીપી સુધી સજાવવામાં આવેલા ફુલના કુંડાઓ ગાયબ થઇ ચુક્યા છે. 100 કુંડાઓની ચોરી થઇ ગઇ છે. આ મુદ્દે બે લોકોને નગર નિગમની ટીમે પકડ્યા છે અને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
કુંડાની સુરક્ષા માટે પોલીસની અલગથી ટીમ બનાવવામાં આવી
હવે કુંડાઓની સુરક્ષા માટે ટીમ બનાવવામાં આવી છે જેથી ચોરી ન થાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (GIS) મુદ્દે સરકાર તરફથી અલગ અલગ વિભાગો અને ઔદ્યોગિક પ્રાધીકરણોના રોકાણના લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. જેના હેઠળ ગીડાને મળેલા લક્ષ્યાંકને રિવાઇઝ કરીને 40 હજાર કરોડથી વધારીને 60 હજાર કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી આ સમિટ માટે ખુબ જ તનતોડ મહેનત કરી રહ્યા છે
હાલમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મુંબઇ રોડ શો, પ્રવાસિઓ, ઉદ્યમિઓ, બેંકર્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગેના લોકોની સાથે સંવાદ બાદ ગોરખપુર સહિત સમગ્ર પ્રદેશમાં મહત્તમ રોકાણ લાવવા માટેની સંભાવનાઓ પર લાગેલા છે. ગીડાના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) પવન અગ્રવાલનું કહેવું છે કે, મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગીડા રોકાણ લક્ષ્યાંકને જરૂરને પ્રાપ્ત કરશે. આ મુદ્દે અત્યાર સુધીમાં ગીડામાં આશરે 6 હજાર કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ મળી ચુક્યો છે.
વ્યાવસાયો આવે તે માટે તમામ સરકારી મશીનરી તૈયાર
આ સાથે જ ગીડામાં 145 ઔદ્યોગિક અને વ્યાવસાયિક જમીનની ફાળવણીની પ્રક્રિયા પ્રારંભ કરી દેવામાં આવી છે. તેના દ્વારા પણ મોટા પ્રમાણમાં રોકાણ થશે. ગીડા સીઇઓ અનુસાર ગોરખપુર મહોત્સવ અને મકર સંક્રાંતિ પર લાગેલા ખિચડી મેળા બાદ 20 જાન્યુઆરી આસપાસ જિલ્લાધિકારીના નેતૃત્વમાં જિલ્લા સ્તર પર રોકાણકારો સમ્મેલન કરાવાશે. સમ્મેલનમાં પણ અનેક રોકાણના પ્રસ્તાવ મળવાની આશા છે.
ADVERTISEMENT