માફિયા અતીક અહેમદના ગેરકાયદેસર કબ્જાવાળી જમીન પર ગરીબો માટેના ફ્લેટને ભગવો રંગ કરાયો

પ્રયાગરાજ: માફિયા અતિક અહેમદના કબ્જા હેઠળની જમીન હવે પ્રશાસન દ્વારા મુક્ત કરાવવામાં આવી છે. 1731 ચોરસ ફૂટ જમીન પર પ્રયાગરાજ ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન પીએમ આવાસ યોજના…

gujarattak
follow google news

પ્રયાગરાજ: માફિયા અતિક અહેમદના કબ્જા હેઠળની જમીન હવે પ્રશાસન દ્વારા મુક્ત કરાવવામાં આવી છે. 1731 ચોરસ ફૂટ જમીન પર પ્રયાગરાજ ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન પીએમ આવાસ યોજના અંતર્ગત 76 ફ્લેટનું નિર્માણ કરાવી રહ્યું છે. આ ફ્લેટો ભગવા રંગમાં જોવા મળશે. આ ફ્લેટનું નિર્માણ કાર્ય લગભગ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કાર્ય પણ જલ્દી પૂરું કરી દેવામાં આવશે.

જલ્દી જ આ ફ્લેટોની ફાળવણીની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. UPના સી.એમ યોગી આદિત્યનાથે ડિસેમ્બર 2021માં ગરીબો માટે આશરો બનાવવા આ યોજનાનું ભૂમિ પૂજન કર્યું હતું. લાભાર્થિયોને ફ્લેટની ચાવી આપવા માટે પણ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સીએમ યોગી આવશે અને લાભાર્થીઓને ચાવી આપશે.

ફ્લેટને ભગવા રંગમાં રંગાવાને લઈને આ મામલો ચર્ચા
ફ્લેટને ભગવા રંગમાં રંગવાની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકોનું કહેવું છે કે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી અતીક ગેંગના માફિયા શાસન વિશેના ડરને ખતમ કરવા માટે ફ્લેટને ભગવા રંગથી રંગાવી રહી છે. આ અંગે પીડીએ સેક્રેટરી કે અજીત કુમાર સિંહે જણાવ્યું કે ફ્લેટનો રંગ પહેલાથી જ નક્કી કરવામાં આવ્યો હતો, તેથી જ તેને ભગવા રંગમાં રંગવામાં આવી રહ્યો છે.

ગત વર્ષે ફ્લેટની ફાળવણી માટે 30 જૂનથી 31 જુલાઈ દરમિયાન અરજીઓ લેવામાં આવી હતી. આ માટે 150 રૂપિયાની નોંધણી ફી અને 5000 રૂપિયાની અરજી ફી નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પીડીએને ત્રણ કરોડથી વધુની રકમ મળી છે.

76 ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે
લુકરગંજમાં માફિયા અતીક અહેમદ દ્વારા ખાલી કરેલી જમીન પર બનાવવામાં આવી રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 76 ફ્લેટ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 31 જુલાઈ સુધી હતી. અરજી બાદ એક ફ્લેટ પર 80 દાવાઓ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં કોનું પોતાનું ઘરનું સપનું સાકાર થશે તે PDAની લોટરી નીકળ્યા બાદ જ સ્પષ્ટ થશે.

લુકરગંજમાં ફ્લેટ માટે ઓનલાઈન અરજી કરનારા લોકોની સંખ્યા 6071 પર પહોંચી ગઈ છે. એટલે કે લગભગ 80 લોકોએ એક ફ્લેટ માટે ક્લેમ કર્યો છે. આવી સ્થિતિમાં કોનું પોતાનું ઘર મેળવવાનું સપનું સાકાર થશે તે લોટરી બાદ સ્પષ્ટ થશે. લુકરગંજમાં એક ઈમારત ત્રણ માળની હશે. આમાં દરેક ફ્લેટનો કવર્ડ એરિયા 22.77 ચોરસ મીટર હશે. સ્કીમ હેઠળ, એલોટીએ ફ્લેટ માટે PDAને કુલ સાડા ત્રણ લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. જેમાં 45 હજાર રૂપિયા ફાળવણી સમયે અને બાકીના ત્રણ લાખ રૂપિયા છ મહિનાના હપ્તામાં આપવાના રહેશે.

    follow whatsapp