ChatGPTએ જજને કાયદાની સલાહ આપી, દેશમાં પહેલીવાર AIની મદદથી હાઈકોર્ટે ચૂકાદો આપ્યો

ચંદીગઢ: દેશના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ કોર્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ચુકાદો આપ્યો હોય. વાસ્તવમાં, પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જામીન અરજી પર નિર્ણય…

gujarattak
follow google news

ચંદીગઢ: દેશના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ કોર્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ચુકાદો આપ્યો હોય. વાસ્તવમાં, પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જામીન અરજી પર નિર્ણય લેવા માટે AI ચેટબોટ ChatGPT પાસેથી કાનૂની સલાહ લીધી છે. આ પછી, ChatGPT તરફથી મળેલા જવાબના આધારે, ગુનાહિત કેસમાં આરોપીની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. જણાવી દઈએ કે ઘણા દેશોમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કાનૂની સલાહ માટે કરવામાં આવે છે. તાજેતરમાં જ અમેરિકામાં AI આધારિત રોબોટ વકીલ પણ રજૂ કરવામાં આવ્યા છે.

હત્યાના આરોપીના જામીનની અરજી કોર્ટમાં પહોંચી
જામીન સંબંધિત મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ અનૂપ ચિટકારા સમક્ષ પહોંચ્યો હતો. લુધિયાણાના જસવિંદર સિંહ ઉર્ફે જસ્સીનો મામલો હતો. જસ્સીએ કેટલાક લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. લુધિયાણાના શિમલાપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, HCને જાણવા મળ્યું કે આરોપી અન્ય ત્રણ ફોજદારી કેસોમાં સંડોવાયેલો છે.

શા માટે લેવાઈ AIની મદદ?
જજે આ વિશે ChatGPTને પ્રશ્ન કર્યો. એટલું જ નહીં, હાઈકોર્ટે ChatGPT તરફથી મળેલા જવાબના આધારે ફોજદારી કેસમાં આરોપીની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ કેસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સંદર્ભ આપવાનો હેતુ માત્ર એક વ્યાપક ચિત્ર રજૂ કરવાનો હતો.

શું છે મામલો?
પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ અનૂપ ચિતકારા પાસે હત્યાના આરોપીની જામીન અરજીનો મામલો પહોંચ્યો હતો. લુધિયાણામાં નોંધાયેલા આ કેસમાં જામીનની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે ચેટજીપીટીને ગુનાની ક્રૂરતા અને જામીન પર તેની અસર વિશે પૂછ્યું. ChatGPTથી મળેલા જવાબનું મૂલ્યાંકન કર્યું અને ભૂતકાળમાં આપેલા તેમના અનુભવો અને નિર્ણયોના આધારે આરોપીની જામીન અરજી ફગાવી દીધી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ન્યાયાધીશે કહ્યું કે, મૃત્યુનું કારણ ક્રૂરતા જ છે, પરંતુ જો ક્રૂરતા મૃત્યુ તરફ દોરી જાય છે. જ્યારે ગુનો જઘન્ય હોય અને ગુનો ક્રૂર હોય, ત્યારે ક્રૂરતા જામીન આપવા કે નકારવા માટેનું એક પરિબળ બની જાય છે.

    follow whatsapp