કરાંચી : પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન પર ફાયરિંગની ઘટના બની છે. આ ગોળીબારમાં તેઓ ઘાયલ થયા છે. તેમના ઉપરાંત ચાર વધારે લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે આ મુદ્દે આરોપીની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ પાકિસ્તાનમાં સ્થિતિ ખુબ જ ડામાડોળ છે. ઇમરાન ખાન સરકારનું રાજીનામું માંગી રહ્યા છે.
ADVERTISEMENT
આ ફાયરિંગમાં ઇમરાન ખાન પોતે ઘાયલ થયા છે. તેમના ઉપરાંત ચાર અન્ય લોકો પણ ઘાયલ થયા છે. પોલીસે આ મુદ્દે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઇમરાન ખાનને તત્કાલ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાન હાલ પાકિસ્તાનમાં આઝાદી માર્ચમાં હાજર હતા.
હાલની સરકાર વિરુદ્ધ સતત પ્રદર્શનો ચાલી રહ્યા છે. ત્યારથી તોશખાના મુદ્દે ઇમરાન દોષીત સાબિત થશે, તેમની તરફથી આઝાદીની માર્ચની શરૂઆત કરવામાં આવી હતી. આ અંગે ગુરૂવારે પણ તેમની આઝાદીની માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ વખતે ત્યાં ફાયરિંગ થયું તેમાં ઇમરાન ખાન ઘાયલ હોવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ રાજ્યપાલ ઇમરાન ઇસ્મેલ પણ આ ગોળીબારમાં ઘાયલ થયા છે.
ADVERTISEMENT