જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે મોટી દુર્ઘટના થઈ છે. અહીં પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાની ગાડીમાં ભીષણ આગ લાગી ગઈ. દુર્ઘટનામાં ઓછામાં ઓછા 4 જવાનો શહીદ થયા હોવાની જાણકારી મળી રહી છે. આ દુર્ઘટના ભાટાદૂડિયા વિસ્તારમાં થઈ છે.
ADVERTISEMENT
સૂત્રો મુજબ વીજળી પડવાના કારણે આ આગ લાગી હોઈ શકે છે. જોકે સાચી જાણકારી તપાસ બાદ સામે આવી શકે છે. હાલમાં દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોની સંખ્યાને લઈને આર્મી તરફથી કોઈ ઔપચારિક નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
જાણકારી મળતા જ આર્મીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી રહ્યા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સેનાના વાહનમાં આગ લાગેલી જોઈ શકાય છે. જ્યારે આસપાસના લોકો આગ જોઈને સ્થળ પર પહોંચી રહ્યા છે.
ADVERTISEMENT