નવી દિલ્હી: દક્ષિણી રશિયાના દાગેસ્તાનના એક ગેસ સ્ટેશનમાં લાગેલી આગમાં ત્રણ બાળકો સહિત 25 લોકોના મોત થયા છે. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ મંગળવારે (15 ઓગસ્ટ) પ્રાદેશિક ઈમરજન્સી ચિકિત્સકોને ટાંકીને અહેવાલ આપ્યો હતો. આ અકસ્માતમાં 66 લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે (14 એપ્રિલ) દાગેસ્તાની રાજધાની મખાચકલામાં હાઇવેની બાજુમાં એક ઓટો રિપેર શોપમાં આગ ફાટી નીકળી હતી અને વિસ્ફોટ નજીકના ગેસ સ્ટેશનમાં ફેલાઈ ગઈ હતી.
ADVERTISEMENT
આ પહેલા જે સમાચાર આવ્યા હતા તેમાં 12 લોકોના મોતની માહિતી સામે આવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ રશિયાના મખાચકલા શહેરમાં ગેસ સ્ટેશન પર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને 50 ઘાયલ થયા. “પ્રારંભિક માહિતી અનુસાર, વિસ્ફોટ મખાચકલામાં ગ્લોબસ શોપિંગ સેન્ટર નજીક એક કાર સર્વિસ સેન્ટરમાં થયો હતો.
પ્રાદેશિક ગવર્નરે મંગળવારે (15 ઓગસ્ટ) ના રોજ જણાવ્યું હતું કે, દાગેસ્તાનના દક્ષિણી રશિયન પ્રદેશમાં ગેસ સ્ટેશનમાં આગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. ગવર્નર સેર્ગેઈ મેલિકોવે ટેલિગ્રામ પર તેમની સત્તાવાર ચેનલમાં જણાવ્યું હતું કે, “દાગેસ્તાન ડિઝાસ્ટર મેડિસિન સેન્ટરની માહિતી અનુસાર, 0.00 (મોસ્કો સમય) સુધીમાં 12 લોકો માર્યા ગયા હતા, 50 ઘાયલ થયા હતા.” જો કે, બાદમાં મૃતકોની સંખ્યા વધુ વધી, જે 25 પર પહોંચી. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT