હૈદરાબાદ: આંધ્ર પ્રદેશમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં કેટલીક મહિલાઓના જૂથે રખડતા શ્વાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે આ ફરિયાદને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફરિયાદ છે કે દીવાલ પર લાગેલા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પોસ્ટરને આ શ્વાને ફાડી નાખ્યું. જે બાદ વિજયવાડામાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલામાં એક ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદ વિરોધ પક્ષ તેલુગુ દેશન પાર્ટી (TDP)ના મહિલા કાર્યકર્તાઓએ નોંધાવી છે. આ કાર્યકર્તાનું નામ દસારી ઉદયશ્રી બતાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
શ્વાને આંધ્ર પ્રદેશના CMનું પોસ્ટર ફાડ્યું
હકીકતમાં મીડિયા રિપોર્ટ્સથી મળથી જાણકારી મુજબ, આ ફરિયાદ સીએમ જગન રેડ્ડી અને તેમની સરકાર વિરુદ્ધ કટાક્ષના રૂપમાં કરવામાં આવી છે. દસારી ઉદયશ્રી અને કેટલીક મહિલા કાર્યકર્તાઓએ સાથે મળીને સીએમ જગન રેડ્ડીનું અપમાન કરવા પર શ્વાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પ્રત્યે તેમના મનમાં ખૂબ માન છે પરંતુ આંધ્ર પ્રદેશમાં એક શ્વાન પણ તેમનું અપમાન કરી રહ્યું છે.
શ્વાન વિરુદ્ધ વિપક્ષે કેમ નોંધાવી ફરિયાદ?
ઉદયશ્રીએ કહ્યું કે, શ્વાને રાજ્યના 6 કરોડ લોકોને ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું કે, અમે પોલીસને શ્વાન અને તેની પાછળ રહેલા લોકોની ધરપકડ કરવાની માગણી કરી છે, જેમણે આપણા મુખ્યમંત્રીનું અપમાન કર્યું. જણાવી દઈએ કે ટીડીપી સમર્થકોએ સોશિયલ એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં શ્વાન પોસ્ટર ફાડીને દીવાલથી ખેંચતું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT