નવી દિલ્હી : અદાણી ગ્રુપની કંપનીઓના સતત ધડામ થઇ રહેલા શેર વચ્ચે શુક્રવારે ફિંચ બાદ ગ્લોબલ એજન્સી મુડીઝ દ્વારા પણ પોતાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. મુડીઝે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના ફાઇનાન્સિયલ ફ્લેક્સિબલિટીનું મુલ્યાંકન કરી રહ્યું છે. મુડીઝનું એકમ ICRA એ કહ્યું કે, તે અદાણી સમુહ પર હાલના ઘટનાક્રમના પ્રભાવ પર નજર રાખી રહ્યા છે અને તેનું વેલ્યુએશન કરી રહ્યા છે.
ADVERTISEMENT
અદાણી ગ્રુપ પાસે 2025 સુધીનો સમય છે
મુડીઝના અનુસાર અદાણી ગ્રુપ પાસે 2025 સુધીનું દેવું ચુકવવાની તક મળશે. આ ઘટનાઓથી આગામી 1-2 વર્ષોમાં પ્રતિબદ્ધ કેપેક્સ અથવા દેવું ચુકવવા માટે નાણા એકત્ર કરવાની સમુહની ક્ષમતા ઘટી શકે છે.
અદાણીની ક્રેડિટ પ્રોફાઇલને હિડનબર્ગના કારણે નુકસાન નહી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ફિંચે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની ક્રેડિટ પ્રોફાઇલ તત્કાલ રીતે પ્રભાવિત નથી થઇ. મુડીઝે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, વર્તમાન સ્થિતિમાં અદાણી માટે ફંડ એકત્ર કરવું મુશ્કેલ હશે. અદાણીની આર્થિક સ્થિતિનું મુલ્યાંકન કરવામાં આવશે.
હિડનબર્ગનો રિપોર્ટ જાહેર થયો ત્યારથી અદાણી સમુહના બુરે દિન
ઉલ્લેખનીય છે કે, જે દિવસથી અદાણી ગ્રુપના મુદ્દે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો છે, તે દિવસથી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપ ઘટવાના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ભારે ઘટાડો થયો છે. જેના કારણે અદાણી ટોપ-10 અમીરોની યાદીમાં બહાર થઇ ચુક્યા છે. જ્યારે અઠવાડીયા પહેલા અદાણી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ હતા.
અમેરિકન ડાઉ જોંસ દ્વારા પણ અદાણીને ઝટકો
અમેરિકાના ડાઉ જોંસ સસ્ટેનિબિલિટી ઇન્ડેક્સથી અદાણી એન્ટરપ્રાઇઝના શેરને બહાર કરવાની જાહેરાત કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેરોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે ડાઉ જોંસ સસ્ટેનિબિલિટીએ તેને કાઢી નાખ્યા હતા. હિડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ મુદ્દે સ્ટોક હેરફેર અકાઉન્ટિંગ ફ્રોડ સહિત અનેક પ્રકારના દાવા કરવામાં આવ્યા છે. આ તમામ આરોપો મુદ્દે ઇન્ડેક્સે મીડિયા સ્ટેકહોલ્ડર એનાલિસિસ બાદ કાર્યવાહી કરતા અદાણીની કંપનીને હટાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર 7 ફેબ્રુઆરીએ તેમને ડાઉ જોંસને હટાવી દેવામાં આવશે.
અદાણી ગ્રુપ હાલ સૌથી ખરાબ દોરમાંથી પસાર થઇ રહ્યું છે
અમેરિકા પહેલા પોતાની સંપત્તિમાં ઘટાડાના સૌથી ખરાબ દોરમાંથી પસાર તઇ રહ્યા છે. ગૌતમ અદાણીને નેશનલ સ્ટોક એક્સચેંજ તરફથી પણ મોટો ઝટકો લાગ્યો હતો. ગુરૂવારે સ્ટોક માર્કેટના NSE એ અદાણી ગ્રુપની ત્રણ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સીમેન્ટ્સને એડિશનલ સર્વેલાન્સ મેજર્સ (ASM) હેઠળ રાખવા માટેનો મોટો નિર્ણય લીધો છે. તે સેબીની કંપનીઓ પર નજર રાખવાની એક પદ્ધતી છે, જે રોકાણકારોની રક્ષા કરવા માટે ઉઠાવવામાં આવે છે.
ADVERTISEMENT