નવી દિલ્હી : જાસુસીના આરોપમાં નાણામંત્રાલયના એક કર્મચારીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર આરોપી પૈસાના બદલે બીજા દેશોના નાણામંત્રાલય અંગેની જરૂરી માહિતી આપી રહ્યા હતા. આરોપીનું નામ સુમિત છે જે નાણામંત્રાલયમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. જો કે કામ દરમિયાન તે કેટલીક શંકાસ્પદ ગતિવિધિમાં સંડોવાયો હતો અને પૈસાના બદલે તે સીક્રેટ માહિતી અન્ય દેશોને વેચતો હતો જે ભારત માટે ખુબ જ સંવેદનશીલ હતી.
ADVERTISEMENT
સુમિત નામનો કર્મચારી અન્ય દેશોને વહેંચતો હતો સિક્રેટ માહિતી
સુમિત પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. પોલીસના અનુસાર આ ફોનથી તેઓ જાસુસીને અંજામ આપતો હતો. આ કેસમાં OFFICIL SECREAT ACT હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે કેટલા સમયથી આ વ્યક્તિ નાણા મંત્રાલય સાથે કામ કરી રહ્યો હતો, કઇ પ્રકારે માહિતી તેણે અન્ય દેશોને આપી, તેના દ્વારા કયા કયા દેશોને માહિતી પહોંચાડવામાં આવી છે. કેવા પ્રકારની માહિતી પહોંચાડવામાં આવી છે. આ માહિતી નાણા વિભાગના કયા વિભાગ સાથે જોડાયેલા છે જેવા અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે.
- BJP વિપક્ષમાં કોંગ્રેસને ન બેસાડવાના મૂડમાંઃ વિરોધ પક્ષના નેતા માટેનું મકાન પોતાના મંત્રીને ફાળવ્યું
શું છે Official Secret Act 1923?
અત્રે ઉલ્લેખનીય છે કે, Official Secret Act સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો પર પણ લાગુ થાય છે. આ કાયદા હેઠળ જે પણ વ્યક્તિ જાસુસીમાં સંડોવાયેલો હશે, દેશદ્રોહની ગતિવિધિઓમાં સક્રિય રહેશે અને એ પ્રકારે કામ કરશે જે દેશની અસ્મિતાને નુકસાન પહોંચાડી શકે તેમ હોય. ઓફીશિયલ સિક્રેટ એક્ટ હેઠળ આના પર કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ કાયદામાં સિક્રેટ અંગે કોઇ સ્પષ્ટ વ્યાખ્યા નથી. જેના કારણે અનેક વખત આ કાયદા દ્વારા થયેલી કાર્યવાહીમાં વિવાદ પણ જોવા મળતો હોય છે.
ADVERTISEMENT