કેબિનેટ અને સંગઠનમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીના ઘરે ફાઇનલ બેઠક

Modi Cabinet Reshuffle: ભાજપ સંગઠનમાં ફેરફાર અને કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના આવાસ પર પાર્ટીના નેતાઓ સાથે ગુરૂવારે બેઠક આયોજીત કરી…

PM Modi meet Nadda and Amit shah

PM Modi meet Nadda and Amit shah

follow google news

Modi Cabinet Reshuffle: ભાજપ સંગઠનમાં ફેરફાર અને કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના આવાસ પર પાર્ટીના નેતાઓ સાથે ગુરૂવારે બેઠક આયોજીત કરી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા હાજર રહ્યા હતા. જો કે નડ્ડા થોડા સમય બાદ એક અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે જતા રહ્યા હતા. ત્યાર બાદ આશરે 2 કલાક સુધી અમિત શાહ અને પીએમ મોદીની બેઠક ચાલી હતી.

ગત્ત ઘણા દિવસોથી ભાજપના ટોપના નેતાઓ સતત બેઠક કરી રહ્યા છે. હાલમાં જ શાહ નડ્ડા અને પાર્ટી મહાસચિવ (સંગઠન) બી.એલ સંતોષે અનેક તબક્કાની મીટિંગ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ત્રણેય નેતાઓ આ વર્ષના અંત સુધીમાં થનારી તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીને જોતા ભાજપ સંગઠનમાં ફેરફાર અંગે પણ ચર્ચા કરી હતી.

આ ઉપરાંત ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે, શાહ, નડ્ડા અને બી.એલ સંતોષ વચ્ચે કેબિનેટમાં ફેરફાર અંગે વાત થઇ હતી. ત્યાર બાદ ત્રણેય નેતાઓએ પીએમ મોદી સાથે તેમના આવાસ પર 28 જુને પણ બેઠક આયોજીત કરી હતી. પછી પીએમ મોદીએ કેન્દ્રીયમંત્રીઓ સાથે 3 જુલાઇના રોજ મીટિંગ કરી હતી.

ભાજપે સંગઠનમાં કર્યા ફેરફાર
પીએમ મોદીની સાથે કેન્દ્રીયમંત્રીઓની મીટિંગ બાદ ભાજપે ચાર રાજ્ય ઝારખંડમાં બાબુલાલ મરાંડી, પંજાબમાં સુનીલ જાખડ, આંધ્રપ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી.પુરંદેશ્વરી અને તેલંગાણામાં કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીને અધ્યક્ષ પદની જવાબદારી સોંપી હતી. સુત્રો અનુસાર ભાજપ ઝડપથી છ અન્ય રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરશે. આ રાજ્યોમાં કર્ણાટક, ગુજરાત, કેરળ, હરિયાણા, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર છે.

મંત્રીઓની જે.પી નડ્ડા સાથે મુલાકાત
કેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે મંગળવાર અને બુધવારે ભાજપ અધ્યક્ષ નડ્ડાએ અનેક કેન્દ્રીય મંત્રિઓ સાથે બેઠક કરી. ગત્ત બે દિવસમાં નડ્ડા સાથે મુલાકાત કરનારાઓમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ છે.

    follow whatsapp