FIH Hockey World Cup 2023, India vs Wales: હૉકી વર્લ્ડકપમાં ભારતીય ટીમે કમાન પોતાની રમત પ્રદર્શીત કરતા વેલ્સને 4-2 થી પરાજિત કરી દીધું હતું. ભારતીય ટીમે આ મેચના પહેલા હાફમાં જ આક્રમક પ્રદર્શન કર્યું હતું. વેલ્સે ટીમ પર પ્રેશન ક્રિએટ કરી દીધું હતું. ભારતીય ટીમ માટે શમશેરસિંહે પહેલો ગોલ મેચની 21 મી મિનિટે જ કરી દીધો હતો. ત્યાર બાદ મેચમાં આકાશદીપસિંહે કમાલનું પ્રદર્શન કર્યું હતું અને 32 મી અને 45 મી મિનિટે ભારત માટે બે શાનદાર ગોલ કર્યા હતા.
ADVERTISEMENT
પહેલા હાફ ટાઇમમાં જ બઢત સાથે વિરોધી પર પ્રેશર ક્રિએટ કર્યું હતું
ભારતીય ટીમે આજે પોતાની ત્રીજી મેચમાં વેલ્સની વિરુદ્ધ હાફ ટાઇમમાં બઢત બનાવી હતી. ભારત તરફથી રમતની 21 મી મિનિટે શાનદાર પ્રદર્શન કરતા પેનલ્ટી કોર્નર પર શાનદાર ઝડપી શોટ ફટકાર્યો જેને અટકાવવામાં વેલ્સનો ગોલકિપર નિષ્ફળ રહ્યો હતો. બીજા હાફ ટાઇમ બાદ ભારતનો બીજો ગોલ મેચની 32 મી મિનિટે થયો. ટીમ માટે બીજો ગોલ આકાશદીપસિંહે કર્યો હતો. આકાશદીપ અટક્યા નહોતા પોતાની શાનદાર રમત રમતા મેચની 45 મી મિનિટે એક તરફ શાનદાર ગોલ કર્યો. બીજી તરફ ટીમની જીત મેચની 59 મી મિનિટે હરમનપ્રીત સિંહે પાક્કી કરી દીધી હતી. તેમણે પેનલ્ટી દ્વારા ભારત માટે ચોથો અને પોતાનો પહેલો ગોલ ફટકાર્યો હતો.
ક્વાર્ટર ફાઇનલ માટે ક્રોસઓવર મેચ રમવી પડશે
વેલ્સ વિરુદ્ધ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ ઇન્ડિયા સીધી રીતે વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં નહોતા પહોંચાડી શક્યા છે. ભારતને ક્વાર્ટર ફાઇનલમાં સીધા પહોંચવા માટે વેલ્સને 8-0 થી હરાવવાનું હતું. ભારતીય ટીમ તેવું નહોતી કરી શકી. ગ્રુપમાં ટોપ કરનારી ટીમને ક્વાર્ટર ફાઇનલમાં સીધુ જ સ્થાન મળે છે. ભારત પુલ ડીમાં ઇંગ્લેન્ડ 2 જીત અને 1 ડ્રો સાથે પહેલા સ્થાન પર છે. આ પુલમાં બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમને ક્રોસઓવર રમવું પડશે.
ADVERTISEMENT