બાળકોના કારણે બે પરિવાર આવી ગયા સામ-સામે, 6 પોલીસની ટીમો કરાઈ તૈનાત

Rajasthan News : રાજસ્થાનમાં બે બાળકોની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. જેના કારણે બંને બાળકોના પરિવારજનો સામ-સામે આવી ગયા. શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો વણસી ગયો અને બંને પરિવારના લોકો ધોકા-પાઈપો લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા.

Rajasthan News

બાળકોના ઝઘડામાં બે જૂથ વચ્ચે અથડામણ

follow google news

Rajasthan News : રાજસ્થાનમાં બે બાળકોની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. જેના કારણે બંને બાળકોના પરિવારજનો સામ-સામે આવી ગયા. શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો વણસી ગયો અને બંને પરિવારના લોકો ધોકા-પાઈપો લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. આ અથડામણમાં 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં 6 પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મોર્ચો સંભાળ્યો.  હાલ બંને પરિવારજનોએ સામ-સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

શુક્રવારે રાતે થઈ અથડામણ

આ મામલો નાગૌર જિલ્લાના વોર્ડ નંબર 26નો છે, જ્યાં છેલ્લા 1-2 દિવસથી બે પક્ષોની વચ્ચે બાળકોના રમવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ શુક્રવારની મોડી રાત્રે વકર્યો હતો અને એક પક્ષે બીજા પક્ષના ઘર પર પથ્થરમારો કર્યો હતો. જેના પર બીજા પક્ષના લોકોએ પણ વળતો પ્રહાર કર્યો.

પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત 

બંને પક્ષોના 25-30 લોકો ધોકા-પાઈપો લઈને સામ સામે આવી ગયા હતા. આ ઘટનામાં એક પક્ષના 12 લોકો અને બીજા પક્ષના 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. શનિવારે સવારે 3 વાગ્યાની આસપાસ તમામ ઈજાગ્રસ્તોને એમડીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને જોધપુરની હોસ્પિટલમાં રેફર કર્યા હતા. તો આ મામલે પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે 6 પોલીસ સ્ટેશનની પોલીસની ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. 

કોણ કોણ ઈજાગ્રસ્ત થયા?

મારામારીમાં એક પક્ષના નિતેશ, દિનેશ, જગદીશ, સુભાષ, કમલા, હનુમાન, લવ્યા, રાકેશ, બાબુલાલ, ચેનારામ, દિલીપ અને પ્રદીપ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બીજા પક્ષના શાહરૂખ ખાન, અયાન, હુરમત બાનો, કાલુ ખાન, ઈમરાન  ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રદીપ, ચેનારામ, સુખારામ, જગદીશ કાલુ ખાન સહિત 8 લોકોને જોધપુરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

    follow whatsapp