FIFAએ ભારતીય ફુટબોલ ફેડરેશનને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યું, સુનિલ છેત્રીએ કહ્યું…

દિલ્હીઃ વિશ્વ ફુટબોલ મહાસંચાલન FIFAએ થર્ડ પાર્ટીના હસ્તક્ષેપના કારણે ભારતીય ફુટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું છે. FIFAના નિયમોને અવગણી તેનું પાલન ન કરવા તથા તોડવાનાં…

gujarattak
follow google news

દિલ્હીઃ વિશ્વ ફુટબોલ મહાસંચાલન FIFAએ થર્ડ પાર્ટીના હસ્તક્ષેપના કારણે ભારતીય ફુટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું છે. FIFAના નિયમોને અવગણી તેનું પાલન ન કરવા તથા તોડવાનાં કારણે આ નિર્ણય લેવાયો છે. આ મુદ્દે સુનિલ છેત્રીએ પણ સાથી ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો હતો. વળી બીજી બાજુ કોલકાતામાં ડૂરંડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. બેંગ્લોર એફ.સી.ની ટીમ બીજા દિવસે જમશેદપુર એફ.સી સામે મેચ રમશે. આ ટૂર્નામેન્ટમાં 11 ઈન્ડિયન સુપર લીગ ક્લબ ભાગ લેશે.

ધમકી બાદ અમલ…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ મહિને જ FIFAએ થર્ડ પાર્ટીના હસ્તક્ષેપના કારણે ભારતીય ફુટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. આની સાથે જ FIFAએ ઓક્ટોબર મહિનામાં આયોજિત મહિલા અંડર-17 વર્લ્ડ કપને હોસ્ટ કરવાના અધિકાર પણ પરત લેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ચેતવણી એ.આઈ.એફ.એફની ચૂંટણી કરાવવાના સુપ્રીમ કોર્ટના આદેશના થોડા સમય પછી જ અપાઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટની એક કમિટિએ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી દીધી છે. 28 ઓગસ્ટે આ ચૂંટણી થશે.

છેત્રીએ કહ્યું- FIFAની ધમકી પર ધ્યાન ન આપો
બીજી બાજુ ઈન્ડિયન ફુટબોલ ટીમના કેપ્ટન અને અનુભવી સ્ટ્રાઈકર સુનીલ છેત્રીએ ગત રવિવારે મોટુ નિવેદન આપ્યું હતું. તેણે પોતાના સાથી મિત્રોને કહ્યું હતું કે તમે FIFAની ધમકીઓ પર નજર ન કરો. મેદાનમાં પોતાનુ બેસ્ટ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરો.

    follow whatsapp