નવી દિલ્હી : અમેરિકાની એક ન્યૂઝ ચેનલમાં વેધર રિપોર્ટ કહેતા લાઈવ શો દરમિયાન એન્કર બેહોશ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એન્કરિંગ માટે તૈયાર જ હતી અને તેના પર કેમેરો પણ પહોંચી ગયો હતો ત્યારે અચાનક તે બેહોશ થઇને ઢળી પડે છે. એન્કર અચાનક બેહોશ થઈને નીચે પડી જવાના કારણે તેની અન્ય બે સાથી એન્કર પણ કંઇ સમજી શકતી નથી. સમજે ત્યારે તે લાઇવ હોવાના કારણે થોડા સેકન્ડો માટે કંઇ પણ કરી શકતી નથી. જો કે તત્કાલ ન્યૂઝ કટ થઇ જાય છે.
ADVERTISEMENT
વેધર રિપોર્ટ સંભળાવે તે પહેલા જ અચાનક ઢળી પડી
અમેરિકામાં એક ન્યૂઝ ચેનલની મહિલા એન્કર લાઈવ શોમાં વેધર રિપોર્ટ સંભળાવે તે પહેલા જ તે બેહોશ થઇને ઢળી પડી હતી. એન્કર અચાનક બેહોશ થઇ જવાના કારણે ટીમના અન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહિલા એન્કર એલિસા કાર્લસન પહેલાથી જ હૃદયની બીમારીથી પીડિત છે. વર્ષ 2014માં પણ કાર્લસન સાથે આવી જ એક ઘટના બની ચુકી છે. ઘટના બાદ તપાસમાં તેને ખબર પડી કે તેના હૃદયના વાલ્વ લીક થઈ રહ્યા છે. લાઈવ શો દરમિયાન મહિલા એન્કર એલિસા કાર્લસન સાથેની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જો કે મહિલા એન્કર પહેલાથી જ હૃદય રોગની બિમારીથી પીડાતી હતી
આ વીડિયો ગત્ત શનિવારનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે એન્કર પહેલો ન્યૂઝ શો શરૂ કરતા જોવા મળે છે, ત્યાર બાદ તેઓ હવામાનનો રિપોર્ટ આપવા માટે એલિસા કાર્લસન સાથે જોડાય છે. કાર્લસન સંપૂર્ણ રીતે બોલવાનું શરૂ કરે છે, પરંતુ અચાનક કાર્લસનને ચક્કર આવવા લાગે છે અને તે સીધી જ નીચે પટકાય જાય છે. CBS LA હવામાનશાસ્ત્રી એલિસા કાર્લસન શ્વાર્ટ્ઝે શનિવારે સવારે તેના હવામાન અહેવાલ દરમિયાન લાઈવ ઓન-એર સ્ટ્રોક આવ્યો હતો.
દેશમાં હાલમાં હાર્ટ એટેકના કિસ્સામાં અચાનક વધારો થયો છે
મહિલા એન્કરનો આ વીડિયો ખુબ જ ડરામણો તો છે જ સાથે સાથે હાલ તે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ હૃદયરોગ સંબંધિત વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેમાં કોઇ જીમમાં તો કોઇ ક્રિકેટ રમતા રમતા કે કોઇ ડાન્સ કરતા કરતા અચાનક ઢળી પડે છે. ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો શિકાર ઝડપથી બની રહ્યા છે. ભારતમાં જ છેલ્લા એક દાયકામાં મોટી સંખ્યામાં યુવાનોએ હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT