સ્કૂલમાં છોકરીઓની છેડતી કરતો, ફોનમાં પોર્ન વીડિયો જોતો, કંટાળેલા પિતાએ દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો

સગીર દીકરાની અશ્લીલ હરકતોથી કંટાળીને પિતાએ જ તેની હત્યા કરી નાખી. મોબાઈલ ફોનમાં દીકરો પોર્ન ફિલ્મો જોતા ઝેર આપીને મારી નાખ્યો. પોલીસની પૂછપરછ દરમિયાન પિતા…

father kills son

father kills son

follow google news
  • સગીર દીકરાની અશ્લીલ હરકતોથી કંટાળીને પિતાએ જ તેની હત્યા કરી નાખી.
  • મોબાઈલ ફોનમાં દીકરો પોર્ન ફિલ્મો જોતા ઝેર આપીને મારી નાખ્યો.
  • પોલીસની પૂછપરછ દરમિયાન પિતા હત્યાનો ગુનો કબૂલ્યો.

Father Kills Son in Maharashtra: મહારાષ્ટ્ર પોલીસે પોતાના જ પુત્રની હત્યા કરનાર પિતાની ધરપકડ કરી છે. પુત્રની એક હરકતથી પિતા એટલો નારાજ થઈ ગયો કે તેણે પોતાના જ પુત્રને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધો. મામલો મહારાષ્ટ્રના સોલાપુરનો છે, જ્યાં એક યુવક ફોન પર અશ્લીલ વીડિયો જોતો હતો અને સ્કૂલમાં છોકરીઓની છેડતી કરતો હતો. આ કારણે છોકરાના પિતા ખૂબ જ ચિંતિત હતા. યુવકની હરકતોથી કંટાળીને તેના પિતાએ તેને ઠંડા પીણામાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સ્કૂલમાં છોકરીઓની છેડતી કરતો દીકરો

NDTVના રિપોર્ટ મુજબ પિતા વિજય બટ્ટુ પોતાના સગીર પુત્ર વિશાલના અશ્લીલ વીડિયો જોવાની અને સ્કૂલમાં છોકરીઓની છેડતી કરવાની લતથી ખૂબ ગુસ્સે હતા. તેમને આ વાતની ચિંતા હતી. જેના કારણે તેમણે ગયા મહિને તેના પુત્રની હત્યા કરી હતી. પુત્રની હત્યા કર્યા બાદ યુવકના પિતાએ 13 જાન્યુઆરીએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. છોકરાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે તેને ઝેર આપવામાં આવ્યું હતું.

પોલીસે હત્યારા પિતાને પકડી પાડ્યા હતા

પોસ્ટમોર્ટમ બાદ પોલીસે જણાવ્યું કે, પિતાએ પુત્રની ખરાબ આદતોના કારણે હત્યા કરી છે. પુત્રની હત્યા કર્યા બાદ પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. આ ક્રમમાં પોલીસે યુવકના પિતાની પણ પૂછપરછ કરી હતી. આ દરમિયાન તે પોલીસની નજરથી બચી શક્યો ન હતો અને તેણે હત્યાની કબૂલાત કરી હતી. કારણ કે તે પોલીસની સામે પોતાનું જુઠ છુપાવી શક્યો નહોતો અને પોલીસે દોષિત પિતાને પકડી લીધો છે.

હત્યા બાદ પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી

સોલાપુરના જોધભાઈ પેઠ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, 13 જાન્યુઆરીની રાત્રે એક વ્યક્તિએ તેના 14 વર્ષના પુત્ર વિશાલના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે, જ્યારે તેણે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાં સુધીમાં પોલીસને એક છોકરાનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળ્યા હતા. જ્યારે તે મૃતદેહ વિશાલના પરિવારને બતાવવામાં આવ્યો ત્યારે તેના પરિવારજનોએ તેની ઓળખ કરી હતી. જે બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં મોત ઝેરના કારણે થયું હોવાનું બહાર આવતા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને તેના પિતા પર શંકા ગઈ. શંકાના આધારે પોલીસે યુવકના પિતાની પૂછપરછ કરી તો તે જૂઠ્ઠાણું છુપાવી શક્યો નહીં અને બધું સ્પષ્ટ કહી દીધું.

પિતાએ યોજના બનાવીને પુત્રની હત્યા કરી

યુવકના પિતાએ પોલીસને જણાવ્યું કે, તેમનો પુત્ર શાળામાં ભણતો નહોતો. તે સ્કૂલમાં છોકરીઓને છેડતી કરતો હતો. તે ફોન પર અશ્લીલ વીડિયો પણ જોતો હતો. તેના પિતાએ કહ્યું કે, મેં તેને ઘણું કહ્યું કે આ બધું ન કર, અભ્યાસમાં ધ્યાન આપ, પરંતુ તે માન્યા નહીં. આ કારણે સ્કૂલ તરફથી ફરિયાદો આવી હતી. આ બધી બાબતોથી પરેશાન પિતાએ 13 જાન્યુઆરીની સવારે પોતાના પુત્રને કારમાં તુલજાપુર રોડ પર લઈ ગયા. જ્યાં તેણે ઠંડા પીણામાં ઝેર ભેળવી પીવડાવ્યું હતું. વિશાલ ઝેર પી લેતા થોડીવારમાં જ બેભાન થઈ ગયો હતો. જ્યારે તે બેભાન થઈ ગયો ત્યારે તેના પિતા તેને ત્યાં છોડીને ઘર તરફ ચાલ્યા ગયા. આ દરમિયાન વિશાલનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે પોલીસે હત્યા કરનાર પિતાને પકડી લીધો છે.

    follow whatsapp