ભોજનમાં થોડું મોડુ થયું તે એક પિતાને એટલું ખટક્યું કે તેણે પોતાની દિકરીનું ચાકુથી ગળુ કાપી નાખ્યું હતું. આ ઘટના જમશેદપુર નજીકના એક ગામની છે. બાળકીને ગંભીર અવસ્થામાં જમશેદપુરની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે અહીં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના બાદ આરોપી પિતા ફરાર થઇ ગયો હતો.
ADVERTISEMENT
કળિયુગી પિતાની ક્રુર હરકત
જમશેદપુરની એખ હોસ્પિટલમાં બંગાળની એક બાળકીની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પરિવાર દ્વારા કપાયેલી ગરદન સાથે યુવતીને હોસ્પિટલ લવાઇ હતી. તેની ગર્દનમાં ચાકુ કોઇ અન્ય વ્યક્તિએ નહી પરંતુ તેના પિતાએ જ માર્યું હતું. તેનો દોષ માત્ર એટલો જ હતો કે, તેણે પિતા માટે ભોજન આપવામાં થોડું મોડુ કરી દીધું હતું.
ઘરની સૌથી નાની દિકરીને પિતાએ રહેંસી નાખી
જમશેદપુર નજીકના એક ગામ બેડાદમાં એક કળીયુગી પિતાએ દારૂના નશામાં પોતાની જ 14 વર્ષની પુત્રીનું ગળુ કાપી નાખીને હત્યા કરી દીધી હતી ઘટના સમયે ઘરમાં કોઇ નહોતું. પરિવારજનો દાવો છે કે, મૃત બાળકી ગીતા મહતો ઘરની સૌથી નાની દિકરી હતી. જ્યારે તેનો મોટો ભાઇ જયંતો છે. પિતા ભરત મહતો ખેતીવાડી કરે છે અને દારૂના નશામાં રહે છે.
આરોપી દારૂડીયો છે
પિતા દારૂના નશાની આદતના કારણે અવાર નવાર ઘરે ઝગડતો રહેતો હતો. આ જ કારણે ભાઇ જયંતો મામાના ઘરે ઉરમાં રહેતો હતો. મૃતક બાળકીની માતા અન્નપુર્ણા પણ મામાના ઘરે ગયા હતા. સવારે 10 વાગ્યે ભરત દારૂ પીને ઘરે આવ્યો અને પુત્રી પાસે ભોજનની માંગ કરી હતી. પિતાનું ભોજન માટે દિકરી ગીતા રસોડામાં ગઇ હતી.
દારૂના નશામાં પિતાએ દિકરીની હત્યા કરી
જો કે રસોડામાં ભોજન કાઢવામાં તેને થોડું મોડું થયું હતું. જેના કારણે પિતા ઉશ્કેરાઇ ગયો હતો અને નશામાં જ રસોડામાં ગયો અને શાકભાજી કાપવાની છરીથી દિકરીનું ગળુ કાપી નાખ્યું હતું. ઘટના બાદ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો. તેને ગંભીર અવસ્થામાં ગામ લોકો બંગાળથી જમશેદપુર સારવાર માટે લાવ્યા. જો કે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT